Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં સમાન નાગરિક સંહિતાની જરૂરીયાત : દિલ્હી હાઇકોર્ટ

દિલ્હી હાઇકોર્ટે એક છૂટાછેડા કેસમાં ર્નિણય આપતી વખતે સમાન નાગરિક સંહિતાને ટેકો આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું, ‘બધા માટે સમાન સંહિતાની જરૂર છે. કેન્દ્ર સરકારે આ દિશામાં જરૂરી પગલાં ભરવા જાેઈએ.જસ્ટિસ પ્રતિભા એમ સિંહે ચુકાદો સંભળાવતા ટીપ્પણી કરી હતી કે ‘આજનો ભારત દેશ ધર્મ, જાતિ, કોમ્યુનિટીથી ઉપર આવ્યો છે. આધુનિક ભારતમાં ધર્મ, જાતિના અવરોધો ઝડપથી તૂટી રહ્યા છે. ઝડપીથી થઈ રહેલા આ પરિવર્તનને કારણે આંતર-ધાર્મિક આંતર-જાતિના લગ્ન અથવા છૂટાછેડામાં પણ સમસ્યાઓ પણ આવી રહી છે. દેશમાં સમાન નાગરિક સંહિતાનો અમલ થવો જાેઈએ જેથી આજની યુવા પેઢીને આ સમસ્યાઓનો સામનો કરવો ન પડે. આર્ટિકલ ૪૪ માં યુનિફોર્મ સિવિલ કોડની જે આશાઓ વ્યક્ત કરવામાં આવી હતી, હવે તે ફક્ત આશા જ રહેવી જાેઈએ નહીં પરંતુ તે વાસ્તવિકતામાં પરિવર્તિત થવી જાેઈએ.તમને જણાવી દઇએ કે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ ઘણા સમયથી એક મુદ્દો છે. દેશની ઘણી અદાલતોએ જુદા જુદા ર્નિણયોમાં કહ્યું છે કે કાયદામાં સમાનતા લાવવા માટે દેશમાં સમાન નાગરિક સંહિતા લાવવાના પ્રયત્નો કરવા જાેઈએ. દેશમાં શાહ બાનો કેસ આવો જ એક દાખલો છે. યુનિફોર્મ સિવિલ કોડની અવધારણા ભારતીય બંધારણના આર્ટિકલ ૪૪ માં જણાવેલ છે કે ભારતના સમગ્ર ક્ષેત્રના નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવા પ્રયત્નો કરવામાં આવશે.

Related posts

૬૦ વર્ષીય વૃદ્ધે કોર્ટમાં પત્નીથી છૂટકારો મેળળવા માટે અરજી કરી

aapnugujarat

બાટલા હાઉસ એન્કાઉન્ટરઃ આરિજ ખાન દોષી જાહેર

editor

અરૂણાચલમાં ચીની ઘુસણખોરી બાદ તકેદારી વધારવા હિલચાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1