Aapnu Gujarat
રાષ્ટ્રીય

અરૂણાચલમાં ચીની ઘુસણખોરી બાદ તકેદારી વધારવા હિલચાલ

સરહદ પર અતિક્રમણના હાલના બનાવ બાદ ભારત હવે સાવધાન થઇ ગયુ છે. અરૂણાચલ પ્રદેશમાં ચીનની ઘુસણખોરી બાદ હવે લાઇન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ અથવા તો વાસ્તવિક અંકુશ રેખા પર તકેદારી વધારી દેવા માટેની તૈયારી ભારત દ્વારા કરવામાં આવી છે. ચીનની એક માર્ગ નિર્માણ ટુકડી હાલમાં અરૂણાચલના ટુટિંગ વિસ્તારમાં ભારતીય ક્ષેત્રમાં એક કિલોમીટર સુધી અંદર ઘુસી ગઇ હતી. આવી સ્થિતીમાં ભારતને હવે અંકુશ રેખા પર મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાની જરૂર દેખાઇ રહી છે. ચીની સૈનિકોની ગતિવિધી પર નજર રાખવા અને જરૂર પડવાની સ્થિતીમાં વહેલી તકે પગલા લેવા માટે આર્મી અને ભારતીય તિબેટ સરહદ પોલીસ દળને વધુ તૈયાર રાખવા માટે કમર કસી લીધી છે. વધારે સારી કનેક્ટિવિટી , લોજિસ્ટિક સેટ અપ અને પુરતા પ્રમાણમાં બાજ નજર રાખવા માટે કમર કસી લીધી છે. ભારતીય સેનાને આ તમામની જરૂર છે કારણ કે આર્મી ચીફ જનરલ બિપિન રાવતના કહેવા મુજબ ચીન અંકુશ રેખા પર દબાણ વધારી રહ્યુ છે. અલબત્ત અંકુશ રેખા પર નજર રાખનાર સાધનો અથવા તો સર્વગ્રાહી બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ કેટલી અસરકારક રહેશે તેના પર હાલમાં ધ્યાન આપવાની જરૂર છે.હકીકતમાં અંકુશ રેખા પર સીમાંકન નહીં હોવાના કારણ જટિલ સ્થિતી સર્જાયેલી છે. તેના પર આવનાર વિસ્તચારો દુરગામી છે. વીજળી પણ પુરતા પ્રમામાં નથી. ટુટિંગ બાદ માર્ગો વાહન ચલાવવા લાયક રહ્યા નથી. આવી સ્થિતીમાં માર્ગોની સ્થિતીને પણ સુધારી દેવાની જરૂરીયાત દેખાઇ રહી છે. ચીન ભારત પર વારંવાર દબાણ લાવતુ રહે છે. અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લામાં હાલત ખુબ જ કફોડી બનેલી છે. ટૂટિંગથી ૧૦થી ૧૫ કિલોમીટરના અંતરે સ્થિત વાસ્તવિક અંકુશરેખા નજીક પાકા રસ્તાઓ નથી. પહોંચવામાં સાત કલાકનો સમય લાગે છે.
આર્મી જનરલ બીપિન રાવતે શુક્રવારના દિવસે જ કહ્યું હતું કે, આર્મીને પોતાનું ધ્યાન ઉત્તરીય સરહદ તરફ કેન્દ્રીત કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, ૭૩ ઇન્ડિયા ચાઈના બોર્ડર રોડને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. અહીં ખતરો સૌથી વધારે રહેલો છે. આર્મી કામકાજની જરૂરીયાતને લઇને એક યાદી તૈયાર કરી છે. એલએસી પર ઝડપથી પહોંચવા માટે રસ્તો બનાવવાની માંગ મુકવામાં આવી છે તેમાં દૂરગામી વિસ્તારોમાં રોબોટ ગોઠવવાની માંગ કરવામાં આવી છે. આર્મી આવા કામ માટે દરેક વિસ્તારમાં ચાલનાર ગાડી અને સ્નોમોબાઇલની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ હાઈબ્રીડ વાહન વિકલ્પ હોઈ શકે છે. કારણ કે ઠંડીના પરિણામ સ્વરુપે ગાડીઓના એન્જિન સારી રીતે કામ કરી શકતા નથી. ફ્યુઅલ જામી જાય છે. આર્મી ઓછામાં ઓછા ૫૦ કિલો વજન ઉંચકી શકે તેવા ડ્રોન ઇચ્છે છે. કારણ કે, મજુરો મારફતે કામ કરવામાં સમય વધારે લાગે છે. આર્મી વેસ્ટર્નથી નોર્થન સેક્ટરો વચ્ચે હથિયારો અને જવાનોની મુવમેન્ટ ઉપર કામ કરવા માટે તે ઇચ્છુક છે. તાજેતરમાં સરહદી વિસ્તારોમાં ઘુસણખોરી થઇ હતી. આઈટીબીટીની અંદર આ વિસ્તાર આવે છે. આઈટીબીટીના જવાનો નિયમિતરીતે તૈયાર થયેલા છે પરંતુ બરફ હોવાના કારણે તકલીફ થાય છે.

Related posts

ખેડૂતોની આવક બે ગણી કરવા અંગે પેનલની ભલામણો તૈયાર

aapnugujarat

I.N.D.I.Aની આગામી બેઠક ભોપાલમાં યોજાશે

aapnugujarat

આનંદીબેન પટેલે એમપીના ગવર્નર તરીકે લીધેલા શપથ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1