Aapnu Gujarat
ગુજરાત

ધ્રાંગધ્રાના નરાળી ખાતે બોગસ ડોક્ટર ઝડપાયો

સન્ની વાઘેલા, ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રા પંથકમાં બોગસ તબીબોની રાફડો ફાટ્યો છે ત્યારે અવાર-નવાર અહિ જુદા-જુદા ગામોમાંથી ડીગ્રી વગર ક્લીનીક ચલાવતા બોગસ ડોક્ટરોને SOG ટીમ દ્વારા ઝડપી પડાય છે. ત્યારે ધ્રાંગધ્રા પંથકમા વધુ એક બોગસ અશિક્ષીત અને ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે પોતે ડોક્ટરની ડીગ્રી નહિ હોવા છતા પણ સ્વાસ્થય સાથે ચેડા કરતો નજરે પડે છે. ધ્રાંગધ્રા તાલુકાના છેવાડાના નરાળી ગામે છેલ્લા કેટલાક સમયથી પરપ્રાંતિય શખ્સ બોગસ ક્લીનીક ખોલી અહિંના અશિક્ષીત રહીશોને છેતરી તેઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે. જોકે અગાઉ કેટલાક વષેઁ પહેલા આ બોગસ ડોક્ટરને ઝડપી પડાયો હતો, પરંતુ પોતે બિન્ધાસ્તપણે પોતાનુ ક્લીનીક ફરી શરુ રાખી કાયદાને પણ પડકાર ફેંકયો નજરે પડે છે. ત્યારે આવા બોગસ ડીગ્રી વગરના ડોક્ટરો પર કાયદેસર કાયઁવાહી કરી શિક્ષાના પાઠ ભણાવાય તેવી જાગૃત નાગરિકોની માંગ ઉઠી છે.

Related posts

એ બકાને ગુજરાતનો વિકાસ દેખાતો નથી, સ્મૃતિ ઇરાનીએ વલસાડમાં સંબોઘી સભા

aapnugujarat

લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડ : યશપાલ અને ઇન્દ્રવદનના રિમાન્ડ મંજૂર

aapnugujarat

दूधेश्वर शनि मंदिर में १०८ दीए से जय श्री राम लिखकर जश्न

aapnugujarat

Leave a Comment

UA-96247877-1