Aapnu Gujarat
રાષ્ટ્રીય

હાજીપોરામાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો

શોપિયાં જિલ્લાના હાજીપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહીં છે. જેમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. માર્યા ગયેલા આતંકીની ઓળખ હજુ થઈ નથી. હાલમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોની સંયુક્ત ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે હાજીપોરા વિસ્તારમાં આતંકીઓની હાજરીની બાતમીને આધારે સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. આ પછી, સૈનિકોએ મોરચો સંભાળી લીધો અને એક આતંકીને ઠાર મારવામાં સફળતા મળી. એન્કાઉન્ટર હજી ચાલુ છે.
તો બીજી તરફ સુરક્ષા દળોને કાશ્મીરમાં મોટી સફળતા મળી છે. તંગધાર વિસ્તારમાં ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. આ દરમિયાન હથિયારો, દારૂગોળો, દવાઓ સાથે હેરોઇનના છ પેકેટ મળી આવ્યા છે. આ હેરોઇનની બજાર કિંમત આશરે ૩૦ કરોડ રૂપિયા છે. મળતી માહિતી મુજબ પોલીસને સૂત્રો પાસેથી બાતમી મળી હતી, ત્યારબાદ તેઓએ સેના સાથે ઓપરેશન શરૂ કર્યું હતું અને મોટી કાર્યવાહી હાથ ધરીને તંગધાર પાસેથી એક એકે-૪૭ રાઇફલ, બે ગ્રેનેડ, હેરોઇનના છ પેકેટ તેમજ અન્ય દારૂગોળો મળી આવ્યો હતો.
મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, જપ્ત કરેલ હેરોઇનનું બજાર મૂલ્ય આશરે ૩૦ કરોડ રૂપિયા છે. આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે. નોંધનીય છે કે ગત સપ્તાહની શરૂઆતમાં, કાશ્મીર સંભાગમાં સરહદ પારથી મોકલાયેલી ડ્રગ્સ અને હથિયારોની મોટી ખેપ પકડ્યા બાદ સુરક્ષા દળોએ બારામુલ્લા જિલ્લાના ઉરી ખાતે નાર્કો ટેરર ??મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં પોલીસે આતંકવાદીઓને મદદ કરનારા ૧૦ લોકોની ધરપકડ પણ કરી હતી.

Related posts

આરએસએસ-ભાજપા સામે મુકાબલો કરવા હાલ ઉપનિષદ-ગીતા વાંચી રહ્યો છુંઃ રાહુલ ગાંધી

aapnugujarat

એક જ શરત પર પાછા પડશે ખેડૂતો, જ્યારે ત્રણેય કાયદા થશે રદ્દ : રાકેશ ટિકૈત

editor

પ્રેમમાં પાગલ બે મહિલાઓએ કર્યા લગ્ન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1