કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ ઉપનિષદ અને ભગવદ ગીતા વાંચી રહ્યાં છે. રાહુલ ગાંધીના આ હૃદય પરિવર્તનનું કારણ ધાર્મિક નહીં રાજકીય છે.
રાહુલના મતે ભારતીય જનતા પાર્ટી (ભાજપા) અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ને જવાબ આપવા માટે હિન્દુ ધર્મગ્રંથોનો અભ્યાસ કરી રહ્યાં છે. ચેન્નાઇમાં પાર્ટી કાર્યકર્તાઓની બેઠકમાં રાહુલે કહ્યું હતું કે આજકાલ હું ઉપનિષદ અને ગીતા વાંચી રહ્યો છું કારણ કે હું આરએસએસ અને ભાજપા સામે લડી રહ્યો છું.આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું તેમને (આરએસએસ) પૂછું છું કે મિત્રો તમે લોકોનું શોષણ કરી રહ્યાં છો પરંતુ ઉપનિષદમાં લખ્યું છે કે તમામ લોકો સમાન છે તો તમે તમારા જ ધર્મમાં લખેલી વાતોની વિરૂદ્ધ કંઈ રીતે જઇ શકો છો. રાહુલ ગાંધીએ ડીએમકે પ્રમુખ કરૂણાનિધિને ૯૪માં જન્મદિવસની શુભકામના પાઠવી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ રવિવારના રોજ યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ, જેડીયુ નેતા શરદ યાદવ, અને સીપીઆઈના ડી રાજા સાથે મળીને ગંટુરમાં એક રેલી કરી હતી.રાહુલ ગાંધીએ આરોપ મૂકયો હતો કે ભાજપા ભારતને સમજતું જ નથી, ભાજપા માત્ર નાગપુર ‘આરએસએસના મુખ્યાલય’ને સમજે છે.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ભાજપાના લોકો સમજે છે કે દુનિયાનું તમામ જ્ઞાન પીએમ મોદીમાંથી જ નીકળે છે. પહેલાં પણ ભાજપા આરએસએસ પર પોતાની વિચારધારા થોપવાનો આરોપ લગાવી ચૂકેલ રાહુલ ગાંધી એ કહ્યું હતું કે દેશના દરેક વ્યક્તિને પછી તે તામિલનાડુનો હોય કે ઉત્તરપ્રદેશનો વિરોધ કરવાનો અધિકાર છે, જો તે પોતાને પીડિત સમજે છે.
રાહુલે કહ્યું કે કોઇપણ વિચારધારા જબરદસ્તી થોપવી સ્વીકાર્ય નથી.ચેન્નાઇમાં રાહુલ ગાંધીએ તમિલ કળા, સંસ્કૃતિ અને સાહિત્યના વખાણ કર્યા. રાહુલે કહ્યું કે તેમણે નિર્ણય લીધો છે કે તેઓ હવે તામિલ ફિલ્મો જોશે અને તામિલ સાહિત્ય અંગે વાંચશે. રાહુલે કોંગ્રેસના કાર્યકર્તાઓને કહ્યું કે મેં મારી બહેનને એક એસએમએસ મોકલીને કહ્યું કે મને તામિલનાડું આવવું સારું લાગે છે, મને ખબર નથી પરંતુ હું અહીંના લોકો સાથે જોડાયેલ મહેસૂસ કરું છું.