Aapnu Gujarat
રાષ્ટ્રીય

જુલાઇમાં સંસદનું ચોમાસુ સત્ર યોજાશે

મોદી સરકાર જુલાઈના મધ્યમાં સંસદનું ચોમાસું સત્ર યોજવાની તૈયારી કરી રહી છે. બીજી તરફ સંસદીય સમિતિઓનું કામ ૧૬ જૂનથી શરૂ થવાની સંભાવના છે. સંસદમાં ૪૦થી વધુ બિલ અને પાંચ વટહુકમો પેન્ડીંગ હોવાથી નરેન્દ્ર મોદી સરકારનો કાયદાકીય કાર્યસૂચિ ચોમાસા સત્ર માટે વ્યસ્ત રહેવાનો છે.આ મામલે સંબંધિત અધિકારીઓએ માહિતી આપી હતી. આમાં મોટા વિમાની મથકોની નિયુકિત માટેના બિલ, માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે સૂચિત કાયદા, બાળ સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા, અને નદીના પાણીના વિવાદ નિવારણ સમિતિની સ્થાપનાનો સમાવેશ થાય છે.
કોરોનાની બીજી લહેર હળવી થતાં સરકાર સામાન્ય સમયપત્રક મુજબ જુલાઇમાં સંસદનું ચોમાસું સત્ર શરૂ કરવાનું વિચારી રહી છે. સંસદના વરિષ્ઠ કાર્યકર્તાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ‘કોવિડ-૧૯ના કેસમાં ફરી ઉછળો આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અમે ચોમાસા સત્ર માટે યોગ્ય સ્લોટ પર ર્નિણય લેવા માંગીએ છીએ.ઉલ્લેખનીય છે કે પહેલા ત્રણ સંસદ સત્રોને કોરોનાના કારણે ટૂંકાવામાં આવ્યાં હતા. વળી બને સદનમાં શિયાળું સત્રને પડતું મુકવામાં આવ્યું હતું. ચોમાસું સત્ર સામાન્ય રીતે જુલાઇમાં યોજવામાં આવે છે.કોરોનાની બીજી લહેરના કારણે બજેટ સત્રને સમયથી પહેલા પુરૂ કર્યાં બાદ કેન્દ્ર સરકારે પાંચ વટહુકમ જારી કર્યાં હતા. હોમ્યોપેથી કેન્દ્રીય પરીષદ (સુધારા), ભારતીય ચિકિત્સા કેન્દ્રીય સમિતિ (સુધારા), રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને આજુબાજુના વિસ્તારોમાં હવાનું ગુણવત્તા સંચાલન આયોગના વટહુકમ, નાદારી અને નાદારી કોડ (સુધારા), ટ્રિબ્યુનલ સુધારણા (તર્કસંગતકરણ અને સેવાની શરતો) વટહુકમ હાલમાં અમલમાં છે. આ વટહુકમને પ્રાથમિકતાના આધાર પર લેવામાં આવે કારણકે બંધારણ તેના માટે સંસદ સત્રની શરૂઆતથી છ અઠવાડિયાનો સમય આપે છે.

Related posts

ભારતની સબમરીન પર ઘુસણખોરી કરવાનો પાકિસ્તાને આક્ષેપ લગાવ્યો

aapnugujarat

ઉત્તરપ્રદેશમાં નાનાં શહેેરોને વિમાની સેવાથી જોડી દેવાશે

aapnugujarat

કેરળ પુર : રાહતકાર્ય પૂરજોશમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1