Aapnu Gujarat
રમતગમત

યોકોવિચે બીજું ફ્રેન્ચ ઓપન અને ૧૯મું ગ્રાન્ડ સ્લેમ જીત્યું

(સર્બિયાના વર્લ્ડ નંબર વન સર્બિયન સ્ટાર યોકોવિચે અભૂતપૂર્વ ફાઈટબેક સાથે આગવા લડાયક મિજાજને સહારે ગ્રીસના યુવા ખેલાડી સિત્સિપાસને ફાઈનલમાં ૬-૭ (૬-૮), ૨-૬, ૬-૩, ૬-૨, ૬-૪થી હરાવીને ફ્રેન્ચ ઓપન મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતવાની સાથે ઈતિહાસ રચી દીધો હતો.આ સાથે યોકોવિચે છેલ્લા ૫૨ વર્ષમાં ચારેય ગ્રાન્ડ સ્લેમ બે કે વધુ વખત જીતનારો સૌપ્રથમ ખેલાડી તરીકે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી લીધું છે. તેણે કારકિર્દીના બીજા ફ્રેન્ચ ઓપન ટાઈટલની સાથે સાથે કારકિર્દીનું ૧૯મું ગ્રાન્ડ સ્લેમ પણ જીત્યું હતુ. હવે તે સૌથી વધુ ૨૦-૨૦ ગ્રાન્ડ સ્લેમ જીતવાના ફેડરર-નડાલના રેકોર્ડથી હવે એક જ ગ્રાન્ડ સ્લેમ દુર છે.સેમિ ફાઈનલની જેમ જ યોકોવિચ ફાઈનલમાં પણ બરોબર ૪ કલાક અને ૧૧ મિનિટના મેરેથોન મુકાબલા બાદ જીત્યો હતો. નડાલ સામેની સેમિ ફાઈનલમાં ચાર કલાકથી વધુના સંઘર્ષના થાક સાથે, ૨૨ વર્ષના સિત્સિપાસ સામે ફ્રેન્ચ ઓપનની ફાઈનલ રમવા ઉતરેલો ૩૪ વર્ષના યોકોવિચની શરૂઆત સારી રહી નહતી.પ્રથમ સેટમાં બંને ખેલાડીઓએ પ્રભુત્વ જમાવવા માટે જાેરદાર પ્રયાસો કરતાં સ્કોર ૫-૫ પર પહોંચ્યો હતો. આ તબક્કે યોકોવિચે સિત્સિપાસની સર્વિસ બ્રેક કરી તો સિત્સિપાસે યોકોવિચની સર્વિસ બ્રેક કરતાં સેટ ટાઈબ્રેકરમાં ખેંચાયો હતો.સિત્સિપાસે ટાઈબ્રેકરમાં ૮-૬થી જીત હાંસલ કરતાં ૭૨ મિનિટમાં પ્રથમ સેટ જીત્યો હતો. બીજા સેટના શરૂઆતમાં જ સિત્સિપાસે યોકોવિચની સર્વિસ બ્રેક કરતાં મેચ પર પકડ જમાવી હતી અને ૩૫ મિનિટના સંઘર્ષ બાદ ૬-૨થી સેટ જીતી લીધો હતો.ફાઈનલમાં શરૂઆતના બંને સેટ ગુમાવ્યા બાદ યોકોવિચે ત્રીજા સેટમાં સિત્સિપાસની બીજી સર્વિસ તોડીને ૩-૧થી સરસાઈ હાંસલ કરી લીધી હતી. યોકોવિચે પ્રભુત્વ જાળવતાં ૫૩ મિનિટના મુકાબલામાં ૬-૩થી ત્રીજાે સેટ જીતીને મેચમાં પુનરાગમન કર્યું હતુ. ચોથા સેટમાં પણ તેણે સિત્સિપાસની બે સર્વિસ બ્રેક કરતાં ૪-૦થી સરસાઈ હાંસલ કરી હતી.સિત્સિપાસ લય ગુમાવી રહ્યો હોય તેમ લાગતું હતુ. જ્યારે યોકોવિચે આત્મવિશ્વાસ સાથે ચોથો સેટ ૩૩ મિનિટમાં ૬-૨થી જીતી લીધો હતો. આખરે પાંચમા અને નિર્ણાયક સેટમાં ત્રીજી ગેમમાં યોકોવિચે ભારે તનાવ વચ્ચે સિત્સિપાસની સર્વિસ બ્રેક કરતાં મહત્વની સરસાઈ હાંસલ કરતાં આખરે જીત મેળવી હતી.

Related posts

मां ने पढ़ाई करने का कहने पर विद्यार्थिनी की आत्महत्या

aapnugujarat

बांग्लादेश का श्रीलंका दौरा हुआ स्थगित

editor

कोहली १२० अंतराष्ट्रीय सतक लगा सकते है : शोएब

aapnugujarat

Leave a Comment

UA-96247877-1