Aapnu Gujarat
ગુજરાત

આગામી મુખ્યમંત્રી પાટીદાર હોય એવી ઈચ્છા ઃ નરેશ પટેલ

આજે ખોડલધામ કાગવડ ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાની બેઠક યોજાઈ છે. આ અંગે નરેશ પટેલે કહ્યું કે, કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી, આગામી સીએમ પાટીદાર સમાજનો હોય એવી ઈચ્છા છે. આ બેઠક થતા રાજકીય ગરમાવો આવી ગયો છે, જેને લઈને મોટી રાજકીય ઉથલ-પાથલના સંકેત પણ મળી રહ્યા છે. જણાવી દઈએ કે, અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઊંઝા ઉમિયાધામમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો એક જ મંચ પર આવ્યા હતા. જે બાદ હવે લેઉવા-કડવા પટેલ નહીં પણ પાટીદાર જ લખવા નિર્ણય લેવાયો હતો.
નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આગામી મુખ્યમંત્રી પાટીદાર હોય તેવી ઈચ્છા છે. તેમણે વધુમાં કહ્યું કે, ઈતિહાસ એમ કહે છે, ગુજરાતમાં ક્યારેય ત્રીજાે પક્ષ આવ્યો નથી. નરેશે પટેલે આપના વખાણ કરતા કહ્યું કે, આપ જે રીતે દિલ્હી અને બીજા રાજ્યોમાં કામ કરી રહ્યું છે, તે જાેતા મને લાગે છે કે આવતી ચૂંટણીમાં કદાચ આપને ફાયદો થશે. આપ’એ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણા સારા કામ કર્યા છે અને તેની કામ કરવાની શૈલી પણ ઉમદા હોવાને કારણે તેનું ભવિષ્ય ઘણું ઉજળું દેખાઈ રહ્યું છે.
નરેશ પટેલે વધુમાં જણાવ્યા મુજબ, રાજ્યમાં પાટીદાર સમાજ વિશાળ સંખ્યામાં વસવાટ કરી રહ્યો હોવાથી આ બેઠક દરમિયાન અમે સરકાર તેમજ વહીવટી તંત્ર બન્નેમાં પાટીદાર સમાજને વધુમાં વધુ સ્થાન મળે તે વિશે ચર્ચા કરીશું. તેમજ અમારા જે અધિકાર બને છે તેની ચર્ચા કર્યા બાદ સરકારને વાકેફ કરવામાં આવશે..અહીં કોઈ સીએમ કે કોઈ પક્ષને સપોર્ટ કરવાની વાત નથી પરંતુ જે પક્ષમાં અમારા પાટીદારો છે તેમનું વર્ચસ્વ વધે તેની જરૂર ચર્ચા કરવામાં આવશે.
જણાવી દઈએ કે, આજે સવારે ૧૦ વાગ્યાથી ખોડલધામ ખાતે કડવા અને લેઉવા પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ-આગેવાનો વચ્ચે બેઠક શરૂ થઈ ચૂકી છે. આ બેઠકમં વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટ-અમદાવાદ, ઉંઝા, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ-સુરત સહિતની સાત જેટલી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતમાં ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભાજપની બેઠક યોજાવાની છે. ૧૫ જૂને યોજાનારી આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ તથા પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હાજર રહેશે. પરંતુ ભાજપ કોઈ પ્લાનિંગ કરે એ પહેલા આજે મળેલી બેઠકથી રાજકીય ગરમાવો આવી ગયો છે.

Related posts

अहमदाबाद : स्वाइन फ्लू से ओर २ की मौत, मृतांक १७ हुआ

aapnugujarat

ચોટલીકાંડ માનવસર્જિત હોવાના પુરાવા સપાટીએ : ત્રણ કિસ્સામાં મહિલાઓએ ચોટલી કાપી : ગૃહપ્રધાન

aapnugujarat

ઉત્તરાયણ પર્વ : રાજ્યવ્યાપી કરૂણા અભિયાનનો આરંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1