Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોંઘવારી રેકોર્ડ બ્રેક સ્તરે

કેન્દ્ર સરકારને મેમાં જથ્થાબંધ મોંઘવારીના મોર્ચે મોટો ઝટકો લાગ્યો છે. મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર એપ્રિલના ૧૦.૪૯ ટકાથી વધીને ૧૨.૯૪ ટકા થયો છે. ક્રૂડ ઓઈલ અને મેન્યુફેક્ચરિંગ ગુડ્‌સની કિંમતોમાં થયેલા વધારાને કારણે જથ્થાબંધ ફુગાવામાં આ ઉછાળો જાેવા મળ્યો છે. બીજી તરફ લો બેઝ ઈફેક્ટને કારણે પણ મે ૨૦૨૧માં જથ્થાબંધ મોંઘવારી દર એટલે કે હોલસેલ ઇન્ફ્લેશન પ્રાઇસ ઇન્ડેક્સમાં રેકોર્ડ તેજી જાેવા મળી છે. મે ૨૦૨૦માં આ દર -૩.૩૭ ટકા રહ્યો હતો. મે સતત પાંચમો મહિનો રહ્યો છે જ્યારે જથ્થાબંધ મોંઘવારી દર આધારિત ફુગાવામાં વધારો જાેવા મળ્યો છે.
વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રાલયે કહ્યું કે, મે ૨૦૨૧માં ઊંચા મોંઘવારી દરનું મુખ્ય કારણ લો બેઝ ઈફેક્ટની સાથે ક્રૂડ પેટ્રોલિય, મિનરલ ઓઈલ, પેટ્રોલ, ડીઝલ, નેપ્થા, ફર્નેસ ઓઈલ વગેર અને મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્‌સની કિંમતોમાં આવેલી તેજીથી મે ૨૦૨૧માં મોંઘવારી દરમાં ખુબ વૃદ્ધિ નોંધાઈ છે.
મહિનાના આધાર પર મેમાં ખાદ્યાન્ન જથ્થાબંધ મોંઘવારી એપ્રિલના ૭.૫૮ ટકાથી વધીને ૮.૧૧ ટકા પર પહી છે. તો ફ્યૂલ અને પાવર મોંઘવારી માર્ચના ૨૦.૯૪ ટકાથી વધીને ૩૭.૬૧ ટકા પર આવી ગઈ છે. મેમાં દાળોની મોંઘવારી દરમાં વધારો જાેવા મળ્યો છે અને તે એપ્રિલના ૧૦.૭૪ ટકાથી વધીને ૧૨.૦૯ ટકા પર આવી ગયો છે. તો ડુંગળીની મોંઘવારી એપ્રિલના -૧૯.૭૨ ટકાની સરખામણીમાં ૨૩.૨૪ ટકા પર રહી છે.
બટાટાનો જથ્થાબંધ મોંઘવારી દર માર્ચના -૩૦.૪૪ ટકાની સરખામણીમાં -૨૭.૯ ટકા પર રહ્યો છે જ્યારે મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્‌સનો જથ્થાબંધ મોંઘવારી દર એપ્રિલના ૯.૦૧ ટકાથી વધીને ૧૦.૮૩ ટકા પર આવી ગયો છે.
એપ્રિલમાં પ્રાયમરી આર્ટિક્લ્સની જથ્થાબંધ મોંઘવારી એપ્રિલના ૧૦.૧૬ ટકાથી ઘટીને ૯.૬૧ ટકા રહી છે. તો શાકભાજીની જથ્થાબંધ મોંઘવારી એપ્રિલના -૯.૦૩ ટકાની સરખામણીમાં -૯ ટકા પર રહી છે.
મેમાં દૂધની મોંઘવારી એપ્રિલના ૨.૦૪ ટકાથી વધીને ૨.૫૧ ટકા પર રહી છે. તો ઈંડા,માંસ, માછલી મોંઘવારી એપ્રિલના ૧૦.૮૮ ટકાની સરખાણીમાં ૧૦.૭૩ ટકા પર રહી છે.

Related posts

રાજ્યસભામાં ભાજપ વધારે મજબુત : ૧૧ સીટ વધી ગઈ

aapnugujarat

સીઆરપીએફે સર્જિકલ સ્ટ્રાઈક કરીને માર્યા ૧૫ નક્સલી

aapnugujarat

બજેટમાં ખેડુતો, કૃષિ ક્ષેત્ર માટે રાહતોનો વરસાદ કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1