Aapnu Gujarat
રમતગમત

WTC : ઇશાંતની જગ્યાએ સિરાજને રમતો જાેવા માંગુ છું : હરભજન

હરભજને સિંહે કહ્યું, સલામી બેટસમેન શુભમન ગિલને ઇંગ્લેન્ડ અને આઈપીએલમાં ખરાબ પ્રદર્શન બાદ ફોર્મમાં આવી જવું જાેઇએ. તેણે કહ્યું, પ્લેઇંગ ૧૧માં સિરાજને ઇશાંત શર્માની જગ્યાએ રમાડવો જાેઇએ.
હરભજન સિંહે કહ્યું, જાે હું કેપ્ટન હોઉં તો હું ત્રણ ફાસ્ટ બોલર્સની રમાડું. તો જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી નિશ્ચિત હશે. આ ફાઇનલમાં હું ઇશાંત શર્માની જગ્યાએ મોહમ્મદ સિરાજને લેવા માંગું. ઇશાંત શાનદાર બોલર્સ છે પરંતુ આ મેચ માટે મારી પસંદગી સિરાજ છે. જેણે છેલ્લાં બે વર્ષમાં શાનદાર સુધારો દેખાડ્યો છે.
હરભજન માને છે કે ખેલાડીના હાલના ફર્મને હંમેશા જાેવું જાેઇએ અને એ હિસાબથી સિરાજને જાેવો જાેઇએ, જેણે બ્રિસેબેનમાં પાંચ વિકેટ ભારતની સીરીઝ જીતવામાં ખૂબ જ અગત્યની રહી હતી. તમારે હાલનું ફોર્મ જાેવું જાેઇએ. સિરાજનું ફોર્મ, સ્પીડ અને આત્મવિશ્વાસ ફાઇનલ મેચ માટે તેને શ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે. છેલ્લાં છે મહિનાના ફોર્મને જાેતા તે એવો બોલર્સ દેખાય છે જે તક માટે ભૂખ્યો છે. ઇશાંતને છેલ્લાં કેટલાંક સમયથી ઇજાને કારણે ઝઝૂમવું પડ્યું છે પરંતુ તે ભારતીય ક્રિકેટ માટે શાનદાર રહ્યો છે, તેમાં કોઇ શંકા નથી.
તેણે કહ્યું, જાે તમે પિચ પર થોડુંક ઘાસ છોડી દેશો તો સિરાજ પોતાની રફતારથી ખતરનાક હશે. વિશ્વાસ કરો, ન્યૂઝીલેન્ડના બેટસમેન માટે તેને રમાડવો સરળ હશે નહીં કારણ કે તે પોતાની ઝડપથી બોલને ‘ઓફ ધ પિચ’ પણ મુવ કરે છે. તે બેટસમેન માટે મુશ્કેલ ખૂણામાં બોલિંગ કરી શકે છે.

Related posts

भारत दौरे पर द. अफ्रीकी टीम मुख्य कोच के बगैर आएगी : CSA

aapnugujarat

नहीं सोचा था ऐतिहासिक प्रदर्शन करूंगा : चाहर

aapnugujarat

આંતરરાષ્ટ્રીય ટીમનું સંચાલન કરવાની ગ્રેગ ચૅપલને ગતાગમ જ નહોતીઃ લક્ષ્મણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1