Aapnu Gujarat
રમતગમત

કોહલી એન્ડરસનની બોલિંગ સામે કન્ફ્યુઝ થઈ જાય છે : ઇરફાન

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે ટીમના કેપ્ટન વિરાટ કોહલી અંગે નવો ઘટસ્ફોટ કર્યો છે. પઠાણે કહ્યું હતું કે આપણે જ્યારે સ્વિંગ બોલિંગની વાત કરીએ ત્યારે વિરાટ કોહલી એ એક એવો બેટ્‌સમેન છે જે મિશેલ જાેહન્સન જેવા દિગ્ગજ બોલર્સ સામે રમતા ભયભીત થતો નથી, પરંતુ જેમ્સ એન્ડરસનની સ્વિંગ બોલિંગની સામે તે હંમેશાં અસમંજસમાં મુકાય છે. ઇરફાન પઠાણે આ વાત પ્લેફિલ્ડ મેગેઝિનમાં પોતાના અહેવાલમાં લખી હતી.
પઠાણે વધુમાં કહ્યું હતું કે કોઈપણ બેટ્‌સમેન સ્વિંગ થતા બોલને રમવા ઇચ્છતો નથી, ભલે એની ટેક્નિક બધાથી સારી કેમ ન હોય? જાે તમે વિરાટ કોહલી અંગે પૂછશો તો તે ક્યારેય પણ મિશેલ જાેહન્સનની બોલિંગથી ભયભીત થતો નથી, કારણ કે કોહલીને ખબર છે કે જાેહન્સનની બોલ હંમેશાં લાઈનમાં આવશે, પરંતુ એન્ડરસન વિરુદ્ધ હંમેશાં કોહલી મુશ્કેલીઓનો સામનો કરતો હોય છે.
ઈરફાન પઠાણે કહ્યું, ક્રિકેટજગતમાં એવો એકપણ બેટ્‌સમેન નહીં હોય, જે સ્વિંગ બોલિંગ સામે આરામથી રમી શકે, દરેકને થોડીઘણી મુશ્કેલીઓ તો સર્જાતી જ હોય છે. સ્વિંગ એક એવો પ્રશ્ન છે જે દરેક ખેલાડીને અઘરો લાગતો હોય છે, જ્યાં વિકેટ પણ સરળતાથી મળવાના એંધાણ હોય છે. ઇરફાન પઠાણે આ વાત પ્લેફિલ્ડ મેગેઝિનમાં પોતાની કોલમમાં લખી હતી.
આંકડાઓની દષ્ટિએ જાેવા જઈએ તો વિરાટ કોહલીનો ૨૦૧૪ પ્રવાસ સૌથી ખરાબ રહ્યો હતો. આ ટેસ્ટ શ્રેણીમાં એન્ડરસને વિરાટ કોહલી સમક્ષ ઘણી મુશ્કેલીઓ ઊભી કરી હતી. એની વિપરીત કોહલીએ ઓસ્ટ્રેલિયા ટૂરમાં મિશેલ જાેહન્સન જેવા બોલરની વિરુદ્ધ આક્રમક બેટિંગ કરી હતી. આ શ્રેણીમાં કોહલીએ ૪ સદી નોંધાવી હતી.
એક ફાસ્ટ બોલરને કોઈ ગેરન્ટી હોતી નથી કે તેને માત્ર બોલિંગની સહાયથી વિશ્વ ક્રિકેટમાં સારું નામ પ્રાપ્ત થશે. રિષભ પંત અને જાેસ બટલરનું ઉદાહરણ આપતાં પઠાણે કહ્યું હતું કે નવી પેઢીના ક્રિકેટરોમાં હવે ફાસ્ટ બોલર્સનો ભય રહ્યો નથી. આ બંને ખેલાડી આક્રમક બેટિંગ માટે જાણીતા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રિષભ પંતે એન્ડરસનની સ્વિંગ બોલિંગ સામે રિવર્સ શૉટ માર્યો હતો. ટી૨૦ શ્રેણીમાં પણ તેણે એક આવો શૉટ જાેફ્રા આર્ચરની બોલ પર માર્યો હતો.
પઠાણે જણાવ્યું, અત્યારે ઉપકરણો આધુનિક થઈ ગયાં છે, જેથી ખેલાડીઓ લોન્ગ-લોફ્ટ શૉટ મારતા ભયભીત થતા નથી. જાે બોલ અને બેટનો સંપર્ક સારો થયો તો અવશ્ય સિક્સ અથવા ફોર જશે. ક્રિકેટ રમવા માટે યોગ્યતાની જરૂર છે, વિશ્વાસ રાખો સ્વિંગ પણ એક સારો વિકલ્પ છે.

Related posts

मेवेदर ने मेकग्रेगर को १० राउन्ड में हराया : पैसे की हुई बारिश

aapnugujarat

रैना पर भड़के सीएसके के मालिक, बोले- कभी-कभी कामयाबी सिर पर चढ़ जाती है

editor

सिनसिनाटी ओपन : गोफिन को हराकर मेदवेदेव ने जीता खिताब

aapnugujarat

Leave a Comment

UA-96247877-1