Aapnu Gujarat
બિઝનેસ

૧૦ વધુ સરકારી કંપનીઓનું કરવામાં આવશે ખાનગીકરણ

મોદી સરકાર ખાનગીકરણ અને ડિસઇન્વેસ્ટમેન્ટની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. વર્તમાન નાણાકીય વર્ષ માટેના ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક રૂપિયા ૧.૭૫ લાખ કરોડ રાખવામાં આવ્યો છે. સીએનબીસીના એક રિપોર્ટ અનુસાર સરકાર જાહેર ક્ષેત્રના ૧૦ વધુ પબ્લિક સેક્ટર ઉન્ડરટેકીંગ્સમાં ડિસઇન્વેસ્ટ કરવાની યોજના બનાવી રહી છે. આ માટે સંપૂર્ણ ખાનગીકરણનો માર્ગ અપનાવી શકાય છે અથવા સરકાર તેમાં મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગ ધોરણો હેઠળ પોતાનો હિસ્સો રાખશે.રિપોર્ટ અનુસાર નીતિ આયોગ અને ડિસઇન્વેસ્ટમેન્ટ માટે જવાબદાર ડીઆઈપીએએમ, મળીને આ વિષય પર એક રોડમેપ તૈયાર કરશે. માહિતી અનુસાર, ૭ પબ્લિક સેક્ટર અન્ડરટેકીંગ્સ – એનએલસી, કેઆઇઓસીએલ, એસજેવીએન, હુડકો, એમએમટીસી, જીઆઇસી અને ન્યુ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ પર ચર્ચા થઈ છે. એવું માનવામાં આવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨થી નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ વચ્ચે, સરકાર વધુ ત્રણ પીએસયુ સાથે ડિસઇન્વેસ્ટમેન્ટ તરફ આગળ વધશે. આ માટે આઇઆરએફસી, આરવીએનએલ અને મઝાગન ડોકનાં નામ બહાર આવી રહ્યા છે. આ ત્રણ સરકારી કંપનીઓમાં સરકાર પોતાનો હિસ્સો લઘુતમ સુધી ઘટાડશે.સેબીના નિયમો હેઠળ જાહેર ક્ષેત્રની કંપનીઓ માટે ઓછામાં ઓછી ૨૫ ટકા હિસ્સેદારી હોવી જરૂરી છે. અત્યારે ૧૯ પીએસયુ છે જ્યાં સરકાર માટે અવકાશ છે. સરકારે ખાનગીકરણ અને ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયાને વેગ આપવા માટે ૪ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ નવી પીએસઈ નીતિ લાગુ કરી હતી. આ અંતર્ગત જાહેર ક્ષેત્રના ઉપક્રમોને વ્યૂહાત્મક અને બિન-વ્યૂહાત્મક કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.સરકારની યોજના મુજબ તે વ્યૂહાત્મક ક્ષેત્રમાં એટલે કે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ક્ષેત્રે પોતાનો હિસ્સો મિનિમમ રાખશે. આ સિવાય બિન-વ્યૂહાત્મક ક્ષેત્ર માટે, તે ખાનગીકરણ અને ડિસઇન્વેસ્ટમેન્ટના માર્ગ પર આગળ વધશે.અહીં, નીતિ એયોગે જાહેર ક્ષેત્રની બેંકોના નામ ડિસઇન્વેસ્ટમેન્ટ પર સચિવોની સમિતિ સમક્ષ રજૂ કર્યા છે, જેનું ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા હેઠળ ચાલુ નાણાકીય વર્ષમાં ખાનગીકરણ કરવામાં આવનાર છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ આ માહિતી આપી. નીતિ આયોગને ખાનગીકરણ માટે જાહેર ક્ષેત્રની બે બેંકો અને એક વીમા કંપનીનાં નામ પસંદ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ખાનગીકરણને લગતી જાહેરાત નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં કરવામાં આવી હતી.અધિકારીએ કહ્યું કે, ‘અમે સચિવોના ડિસઇન્વેસ્ટમેન્ટ પરની કોર કમિટીમાં (પીએસયુ બેંકો) ના નામ સબમિટ કર્યા છે.’ મીડિયા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, બેંક ઓફ મહારાષ્ટ્ર અને ઈન્ડિયન ઓવરસીઝ બેન્કનાં નામ ટોચ પર છે. ઉચ્ચસ્તરીય સમિતિના અન્ય સભ્યોમાં આર્થિક બાબતોના સચિવ, મહેસૂલ સચિવ, ખર્ચ સચિવ, કોર્પોરેટ બાબતોના સચિવ, કાયદાકીય બાબતોના સચિવ, જાહેર ઉપાસચિવ સચિવ, રોકાણ અને જાહેર સંપત્તિ મેનેજમેન્ટ વિભાગ (ડીઆઈપીએએમ) સચિવ અને વહીવટી વિભાગ સચિવનો સમાવેશ થાય છે.

Related posts

ઈંધણ ઉપર ટેક્સથી સરકારને દૈનિક ૨૯૫ કરોડની આવક થશે

aapnugujarat

અદાણીને ટેલિકોમ સેવાના ઉપયોગ માટે યુનિફાઇડ લાઇસન્સ મળ્યું

aapnugujarat

रियल्टी कंपनियां कंपनी संचालन पर ध्यान दें, वाजिब कीमत पर मकान पेश करें : पुरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1