Aapnu Gujarat
શિક્ષણ

ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલી ધો.૧૨ની પરીક્ષા રદ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી ધો.૧૨ ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં પરીક્ષા મોકુફ અને પરિણામ અંગેની બ્લ્યુ પ્રિન્ટ જાહેર કરવામાં આવશે. કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સીબીએસઇની ધો-૧૨ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધા બાદ હવે તે તર્જ ઉપર રાજ્યમાં પણ ગુજરાત બોર્ડની ધો-૧૨ની ૧ જુલાઇથી લેવાનારી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બુધવારે મંત્રી મંડળની બેઠકમાં સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.પીએમ નરેન્દ્ર મોદીએ હાલના કોરોના માહોલમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને સીબીએસઇની ધો-૧૨ની પરીક્ષાને રદ કરવાનો નિર્ણય કર્યો છે. તે સંજોગોમાં ગુજરાતમાં ધો-૧૨ અને ૧૦ના રીપીટર મળીને ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ ફક્ત એક મહિના પછી કોરોનાના માહોલ વચ્ચે કેવી રીતે પરીક્ષા આપશે તે સવાલ ઊભો થયો હતો. જો કે, હવે રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.કેન્દ્ર સરકારે આગામી સમયમાં લેવાનારી સીબીએસઇની પરીક્ષાને કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને જ રદ કરી છે. તે સંજોગોમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મંગળવારે જ ૧ જુલાઇથી ધો-૧૨ અને ધો-૧૦ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ અને ધોરણ-૧૦ (રીપિટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારો માટે)ની પરીક્ષા તારીખ ૧થી ૧૬ દરમિયાન યોજાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

Related posts

કેનેડામાં ભણવાના ચક્કરમાં 700 ભારતીયો સાથે ફ્રોડઃ ડિપોર્ટ કરવાના બદલે કેનેડા ચાન્સ આપશે

aapnugujarat

કેનેડામાં ભારતીય છાત્રોની સ્ટડી પરમીટમાં ૮૬ ટકાનો ઘટાડો

aapnugujarat

ગુજરાત સરકારે ટેટ-૧ અને ૨ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1