Aapnu Gujarat
રમતગમત

જાડેજાએ કારકિર્દીની પીડાદાયક ક્ષણોને યાદ કરી

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ટેસ્ટ ટીમમાં વાપસી થઇ છે, તે ઇજાને લીધે ટીમમાંથી બહાર હતો. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ભારતને રવિન્દ્ર જાડેજાથી ઘણી આશાઓ છે. ભારત બે જૂને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થશે. જ્યાં ભારત ૧૮ જૂનતી ૨૨ જૂન સુધી ન્યૂઝિલેન્ડ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમશે. તે બાદ ભારત ઇંગ્લેન્ડ સાથે ટેસ્ટ સીરિઝ રમશે.
રવિન્દ્ર જાડેજાની વર્ષ ૨૦૧૮માં ટીમમાં વાપસી થઇ હતી. ઇંગ્લેન્ડ પ્રવાસ અગાઉ તે ૧૮ મહિના સુધી ભારતીય ટેસ્ટ અને વનડે ટીમમાંથી બહાર રહ્યો હતો.જાડેજાએ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ટીમ ઇન્ડિયામાંથી બહાર થયા બાદ તેની સ્થિતિ શું હતી? ૧૮ મહિના બાદ ટીમ ઇન્ડિયામાં વાપસીના સવાલ અંગે તેણે કહ્યું કે, સાચું કહું તો તે દોઢ વર્ષ રાતની ઊંઘ ખરાબ કરી ગયો. તે દરમિયાન મને યાદ છે કે હું સવારે ૪-૫ વાગ્યા સુધી ઊઠી જતો હતો. હું વિચારી રહ્યો હતો કે શું કરું, કેવી રીતે વાપસી કરું? હું સૂઇ ના શક્યો. હું પડ્યો રહેતો, પણ જાગતો જ રહેતો હતો. હું ટેસ્ટ ટીમમાં હતો, પરંતુ રમતો નહોતો. હું વનડે અને ઘરેલૂ ક્રિકેટ પણ નહોતો રમતો. કેમ કે, હું ભારતીય ટીમ સાથે યાત્રા કરી રહ્યો હતો. મને પોતાને સાબિત કરવાનો કોઇ ચાન્સ મળી રહ્યો નહોતો. હું વિચારતો કે પાછો કેવી રીતે આવીશ.વર્ષ ૨૦૧૮માં ઓવલમાં રમાયેલી ટેસ્ટ મેચને યાદ કરતાં તે કહે છે કે, તે ટેસ્ટે મારી માટે બધું બદલી નાંખ્યું. આખી રમત, મારૂં પ્રદર્શન, મારો આત્મવિશ્વાસ, બધું જ. જ્યારે તમે સર્વશ્રેષ્ઠ બોલિંગ આક્રમણ વિરુદ્ધ અંગ્રેજી પરિસ્થિતિઓમાં સ્કોર કરો છો, તો તે આત્મવિશ્વાસને બહુ પ્રભાવિત કરે છે. તે ફીલ કરાવે છે કે, તમારી ટેક્નિક દુનિયામાં ક્યાંય પણ સ્કોર કરવા માટે ઘણી સારી છે.
મને યાદ છે કે, જ્યારે હું તે ટેસ્ટમાં બેટિંગ કરવા માટે ગયો ત્યારે કોઇ યોજના નહોતી. તે મેચમાં ૩૩૨ રનના લક્ષ્યનો પીછો કરતાં એક સમયે ટીમ ઇન્ડિયાની ૧૬૦ પર ૬ વિકેટ પડી ગઇ હતી. જાડેજાએ તે મેચમાં ૮૬ રન કર્યા હતા.

Related posts

બેંગ્લોર ટીમ ઉપર રાજસ્થાન રોયલ્સની ૧૯ રને જીત થઇ

aapnugujarat

આવતીકાલે ચૈન્નઈ-હૈદરાબાદ વચ્ચે ફાઈનલ

aapnugujarat

આઈસીસી ટેસ્ટ રેંકિંગમાં પુજારા ત્રીજા ક્રમાંક ઉપર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1