Aapnu Gujarat
રમતગમત

આઈસીસી ટેસ્ટ રેંકિંગમાં પુજારા ત્રીજા ક્રમાંક ઉપર

ભારતના મિડલઓર્ડર બેટ્‌સમેન ચેતેશ્વર પુજારા આઈસીસી રેંકિંગમાં હવે ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. પુજારાએ ટેસ્ટ બેટ્‌સમેનોના રેંકિંગમાં ૫૭૩ અંક મેળવી ત્રીજુ સ્થાન મેળવ્યું છે. ઓસ્ટ્રેલિયાઈ કેપ્ટન સ્ટિવ સ્મિથ છેલ્લા બે વર્ષથી ટોચના ક્રમે છે. તેણે ઇંગ્લેન્ડ સીરીઝ પર્થમાં ત્રીજી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી અને ડોન બ્રેડમેનના રેકોર્ડની નજીક પહોંચી ગયો છે. ત્રીજી ટેસ્ટમાં ૨૩૯ રન બનાવનાર સ્મિથના ૯૪૫ અંક છે તે મેનહટનની સાથે બીજા સ્થાન પર છે. બ્રેડમેનના ૯૬૧ પોઇન્ટ હતા જેનાથી તે ૧૬ પોઇન્ટ પાછળ છે. ટોચના ક્રમે રહેતા સર્વાધિક ટેસ્ટ રમવાના મામલે સ્મિથ બ્રેડમૈનથી આગળ છે. તે ૧૧૪ ટેસ્ટમાં નંબર વન રેંક પર રહ્યો છે. અનાથી પછી ગેરી સોબર્સ ૧૮૯, વિવ રિચડ્‌ર્સ ૧૮૯, બ્રાયન લારા ૧૪૦ અને સચિન તેંડુલકર ૧૩૯ અંક ધરાવે છે. બોલરોની યાદીમાં રવિન્દ્ર જાડેજા અને અશ્વિન ત્રીજા અને ચોથા ક્રમ પર છે જ્યારે ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન અને ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડ એક ક્રમ ઉપર ચઢી ટોપ પાંચમાં પહોંચી ગયા છે. જાડેજા અને અશ્વિન ઓલરાઉન્ડરોની યાદીમાં ક્રમશઃ બીજા અને ચોથા સ્થાને છે. ફર્સ્ટ ટેસ્ટ બાદ ઇંગ્લેન્ડના ડેવિડ માલન ૪૭ અંક સાથે કેરિયરની સર્વશ્રેષ્ઠ બાવનની રેંકિંગ પર પહોંચી ગયો છે જ્યારે મિચેલ માર્શ ૪૪ ક્રમ ઉપર ચઢીને ૬૫માં ક્રમે છે. જોની બેરશો એક ક્રમ ઉપર ચઢીને ૧૫ અને ઉસ્માન ખ્વાજા બે ક્રમ ચઢીને ૧૯માં સ્થાન પર છે. બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમની શ્રીલંકા સામે વનડે સીરીઝમાં જીત પછી કેપ્ટનની ભૂમિકા ભજવી રહેલા રોહિત શર્માએ પણ આઈસીસી વનડે રેંકિંગમાં પાંચમુ સ્થાન મેળવી લીધું છે. આ રેકિંગમાં વિરાટ કોહલી હજુ પણ ટોપ ઉપર છે જ્યારે સાઉથ આફ્રિકાના એબી ડિવિલિયર્સ બીજા, ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર ત્રીજા અને પાકનો બાબર આઝમ ચોથા નંબર છે.

Related posts

ISSF WORLD CUP : अभिषेक ने जीता स्वर्ण, सौरभ को मिला कांस्य

aapnugujarat

भारत-आस्ट्रेलिया बॉक्सिंग डे टेस्ट में दर्शकों के आने की उम्मीद

editor

रोहित शर्मा ICC के ‘गोल्डन बैट’ से सम्मानित

aapnugujarat

Leave a Comment

UA-96247877-1