Aapnu Gujarat
રાષ્ટ્રીય

લોકોને રસી જાેઈએ છે, સરકારને પોતાની ઈમેજની ચિંતા : રાહુલ ગાંધી

દેશમાં કોરોનાની ખરાબ થતી સ્થિતિ વિશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલે કહ્યું છે કે, બીજી લહેર માટે વડાપ્રધાન મોદી જવાબદાર છે. તેઓ કોરોનાને સમજી જ ના શક્યા. દેશમાં જે મૃતક આંક બતાવવામાં આવ્યો છે તે ખોટો છે. સરકારે સાચુ બોલવું જાેઈએ. ભારતને દુનિયાની ફાર્મસી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ મોદી સરકારની કુવ્યવસ્થા અને વેક્સિનમાં કરવામાં આવેલા ગોટાળાના કારણે આજે ભારતીયોનું જીવન જાેખમમાં છે. હવે સમયે આવી ગયો છે કે, જુઠ્ઠાણા અને અક્ષમ સરકારના દેખાડાથી આગળ વધીએ. એ વડાપ્રધાન અને સરકાર પાસે જવાબ માંગવો જાેઈએ કે જેઓ તેમના કર્તવ્યો ભૂલી ગયા છે અને જનતાને તેમના હાલ પર છોડી દીધી છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું છે કે, ઝડપથી વધતાં કોરોના સંક્રમણ વચ્ચે માત્ર વેક્સિન જ બચાવી શકે એમ છે. પરંતુ મોદી સરકારની વેક્સિનેશન સ્ટ્રેટજી કુવ્યવસ્થા અને ભૂલોનું ખતરનાક કોકટેલ બની ગઈ છે. આપણી સરકાર વેક્સિનેશનની યોજના વિશે તેમનું કર્તવ્ય ભૂલી ગઈ છે. વેક્સિન ખરીદી વિશે પણ સરકાર અજાણ છે. તેમણે જાણી જાેઈને ડિજીટલ ડિવાઈસ બનાવ્યું કે જેથી વેક્સિનની સ્પીડ ધીમી પડે. એક જ વેક્સિનની અલગ અલગ કિંમત નક્કી કરવામાં સરકારની મીલીભગત છે.
રાહુલે કહ્યું કે અન્ય દેશોએ મે ૨૦૨૦ માં જ વેક્સિન ખરીદી માટે ઓર્ડર આપવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ મોદી સરકારે ભારતને નિષ્ફળ બનાવ્યું છે. તેમણે વેક્સિનનો પ્રથમ ઓર્ડર જાન્યુઆરી ૨૦૨૧માં આપ્યો હતો. જાહેર માહિતી અનુસાર મોદી સરકાર અને રાજ્ય સરકારોએ અત્યાર સુધીમાં ૧૪૦ કરોડની વસ્તી અને ૧૮ વર્ષથી ઉપરના ૯૪.૫૦ કરોડ લોકો માટે અત્યાર સુધીમાં માત્ર ૩૯ કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. મોટા દેશોની સરખામણી ભારતમાં સૌથી ઓછી માત્રામાં ખરીદી થઈ છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ જવાબ આપ્યો છે. સંબિત પાત્રાએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ અને કેટલાક નેતાઓ રોજ સવાલ પૂછે છે, યાદ રાખો એ વેક્સિનનો મામલો છે. કાઉન્ટર મળનારી કોઈ સાધારણ પેરાસિટામોલની ગોળી નથી કે તમે ગયા, ખરીદી લીધી અને ભારત લઈને આવી ગયા. કેન્દ્ર સરકારે ભારતની અંદર વેક્સિન આવે એ માટે કાનૂનોને એપ્રિલથી સરળ બનાવ્યા છે.

Related posts

Global Mobility Summit 2018ના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદીનું ભાષણ

aapnugujarat

નેશનલ હેરાલ્ડ કેસ : ચોથીએ અંતિમ દલીલો પર સુનાવણી

aapnugujarat

એમ.આર. શાહ આજે પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે શપથ લેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1