Aapnu Gujarat
Uncategorized

અમદાવાદમાં દીકરાએ બાપને થપ્પડ મારી

કોરોના વાયરસને હરાવવા માટે રસીની સાથે હાથની સફાઈ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જરુરી માનવામાં આવે છે. આવામાં નાના બાળકોને હાથની સફાઈ અંગે પરિવારમાં સતત ધ્યાન દોરવામાં આવતું હોય છે. પરંતુ અમદાવાદમાં એક વિચિત્ર કિસ્સો નોંધાયો છે જેમાં એક શખ્સે હાથ ધોવા બાબતે પિતા પર હાથ ઉપાડી દીધો હતો.
શહેરના સેટેલાઈટ વિસ્તારમાં બનેલી ઘટના સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ૬૦ વર્ષના નિવૃત્ત પ્રતાપસિંહ નીરુભા ઝાલા તેમના દીકરા દ્વારા લાફો મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પ્રતાપસિંહના બે દીકરા છે જેમાંથી તેમણે મોટા દીકરા મહીપાલસિંહ (૩૨) સામે ફરિયાદ નોંધાવી છે.
સચિન ટાવરમાં રહેતા પ્રતાપસિંહ ઝાલાએ ૨૦મી મેના રોજ રાત્રે આનંદનગર પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં પોલીસ સમક્ષ જણાવ્યું છે કે, જ્યારે તેઓ રસોડામાં દૂધનું મેળવણ કરી રહ્યા હતા ત્યારે મોટો દીકરો મહીપાલસિંહ પણ હજાર હતો. પ્રતાપસિંહે કહ્યું કે, “હું દૂધ મેળવણ કરતો હતો ત્યારે મારો મોટો દીકરો ગુસ્સે થઈને મને બોલવા લાગ્યો હતો કે ગંદા હાથથી મેળવણ નહીં કરવાનું.”
આ દરમિયાન પિતાએ દીકરાને કહ્યું હતું કે તું મારી સાથે સભ્યતાથી વાત કર, તો દીકરો ટેબલ ફેન લઈને મારવા માટે આવતો હતો. દીકરાનો ગુસ્સો જોઈને જોઈને પિતા પ્રતાપસિંહ રસોડામાંથી બહાર નીકળીને ડાઈનિંગ ટેબલ પર બેસી ગયા હતા. આ દરમિયાન દીકરા મહીપાલસિંહે બહાર આવીને પિતાને ડાબા ગાલ પર થપ્પડ મારી દીધી હતી, જેના લીધે ચશ્મા પણ પડી ગયા હતા.
પિતા ફરિયાદમાં જણાવે છે કે, આટલેથી ના અટકેલા દીકરાએ બાપને મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. આ પછી પ્રતાપસિંહના માતા વચ્ચે પડતા દીકરો ત્યાંથી રવાના થઈ ગયો હતો. આ પછી પ્રતાપસિંહ અને તેમના પત્ની પોલીસ ફરિયાદ નોંધાવવા માટે આનંદનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

Related posts

સાવરકુંડલા રેન્જમાંથી ત્રણ સિંહબાળનાં મૃતદેહ મળ્યાં

aapnugujarat

જુનાગઢમાં મંદિરના મહંતની કરપીણ હત્યાથી સનસનાટી

aapnugujarat

કાંકરેજ તાલુકાના વડા પાસે અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી રાહદારી નું મોત…

aapnugujarat

Leave a Comment

UA-96247877-1