Aapnu Gujarat
રમતગમત

રોહિત શર્માએ ટેસ્ટ ઓપનર તરીકે ઈંગ્લેન્ડ પ્રવાસમાં સાબિત કરવો પડશે : માંજરેકર

ટીમ ઈન્ડિયા માટે આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ જીતવી ખૂબ જ પડકારજનક છે. જોકે ભારતીય ટીમ પણ ખૂબજ આત્મવિશ્વાસ ધરાવે છે. જોકે ન્યુઝીલેન્ડ સામે જીત મેળવી ને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન બનવા માટે ટીમ ઇન્ડીયાએ ખૂબ જ શાનદાર પ્રદર્શન કરવુ પડશે. ટીમમાં દરેક ખેલાડીએ પોતાની જવાબદારી નિભાવવી પડશે. પોતાનુ સો ટકા ક્ષમતાનુ યોગદાન રજૂ કરવુ પડશે. દરમ્યાન પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે કહ્યું, વિરાટ કોહલી ગેમ ચેન્જર બની શકે છે. તો, ટીમના ઓપનર રોહિત શર્માને લઇને તેમણે વાત કહી હતી.
પૂર્વ બેટ્‌સમેન સંજય માંજરેકરે રોહિત શર્માને લઇને કહ્યું, આ ફાઇનલ મેચમાં એક ઓપનરના રુપમાં રોહિત શર્માની સામે મોટો પડકાર હશે. તેણે એક ટેસ્ટ ઓપનર તરીકે પોતાને અહી સાબિત કરવો પડશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ૧૮ જૂનથી ફાઇનલ મેચ રમાઇ રહી છે. જે મેચમાં રોહિત શર્માની સાથે ભારતીય ઇનીંગની શરુઆત શુભમન ગીલ અથવા મયંક અગ્રવાલ કરી શકે છે.
માંજરેકરે કહ્યું, રોહિત એ એક ટેસ્ટ ઓપનરના રુપમાં અત્યાર સુધીમાં જે પ્રકારે પ્રદર્શન કર્યુ છે, તેણે ખૂબ પ્રભાવિત કર્યા છે. જોકે ઇંગ્લીશ કંડિશનમાં ન્યુઝીલેન્ડની સામે ટેસ્ટ ઓપનરના રુપે તેની પરિક્ષા થશે. તેમણે કહ્યું, તે હવે શરીરથી વધારે નજીક રમે છે અને પહેલા ના પ્રમાણમાં હવે ખૂબ ધૈર્ય રાખે છે. ઓફ સ્ટંપની બહાર જતા બોલને તે છોડી દે છે. તેમજ તેના પગની મુવમેન્ટ ખૂબ સારી થઇ ગઇ છે.
તેમનુ માનવુ છે કે, જોકે ઇંગ્લેંડમાં તેની બેટીંગનો મોટો ટેસ્ટ થશે. એક બેટ્‌સમેનના રુપમમાં તેણે પોતાના કેરેકટરમાં મોટો બદલાવ લાવવો પડશે. જોકે એક ટેસ્ટ ઓપનરના રુપમાં રોહિત શર્મા માટે સૌથી મોટો પડકાર હશે.

Related posts

પાકિસ્તાન વિરૂદ્ધની મેચને લઈ ભારતીય ટીમ સજ્જ

aapnugujarat

Shoaib Malik declares retirement from One-day International cricket

aapnugujarat

ઓસ્ટ્રેલિયન ઓપન : રશિયન ગ્લેમર ગર્લ શારાપોવા આઉટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1