Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇટાલી, ફ્રાન્સ, ગ્રીસ પણ અનલોકના રસ્તે

દુનિયાભરમા કોરોના મહામારીનું એપિસેન્ટર અથવા હોટસ્પોટ રહેલું યુરોપ, તે હવે નવા સામાન્ય જન-જીવન તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ સાવધાની સાથે. જેમ કે આ દેશોમાં વેક્સિનેશન ઝડપી બન્યું છે, તેમ-તેમ મહામારી ફેલાવાની ગતિ પણ ધીમી પડી રહી છે.
ઘણા દેશો મુસાફરી પરના પ્રતિબંધોને દૂર કરી રહ્યા છે. તેમાંથી, મોટાભાગની વસ્તીને વેક્સિનેશન બાદ યુરોપ સંપૂર્ણ અનલોકની સ્થિતિમાં આવી ગયું છે. સરકાર ૧૭ મેથી બ્રિટનને સંપૂર્ણ રીતે અનલોક કરવાની યોજના ધરાવે છે. જો કે નવા વેરિએન્ટના કારણે ચિંતા વધી છે.યુરોપ વિશે વાત કરીએ તો ૩૦ માંથી ૨૦ દેશો અનલોક થઈ રહ્યા છે. કેટલાક દેશોમાં શરતો સાથે વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. કોરોનાથી સૌથી ખરાબ અસરગ્રસ્ત ઇટાલી, સ્પેન અને ફ્રાન્સની હોટલો, રેસ્ટોરાં, પર્યટન સ્થળો અને આંતરરાષ્ટ્રીય મુસાફરી તબક્કાવાર ખોલવામાં આવી રહી છે. મોટા ભાગના દેશોમાં એક અઠવાડિયામાં મુખ્ય પ્રવૃત્તિઓ શરૂ થવાની ધારણા છે.

Related posts

चीन के साथ जैसे को तैसा वाली नीति अपनानी होगी : पोम्पियो

editor

ઇન્ડોનેશિયામાં ભૂકંપ બાદ સુનામીથી મૃત્યુઆંક ૮૪૦

aapnugujarat

ઓસ્ટ્રેલિયામાં સદીનો સૌથી ભીષણ દુકાળ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1