Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારતમાં સ્થિતિ ખરાબ, કોરોનાના સાચા આંકડા બતાવે સરકાર : WHO

ભારતમાં કોરોનાની બીજી લહેરે કહેર વરસાવ્યો છે. ભારતની બગડતી સ્થિતિ પર વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને ચિંતા વ્યક્ત કરી છે અને સાથે જ કહ્યુ છે કે ભારત સરકારે કોરોનાના સાચા આંકડા બતાવવા જાેઈએ. છદ્ગૈંને આપેલા ઈન્ટરવ્યુમાં સ્વામીનાથને કહ્યુ કે ભારતની જે સ્થિતિ છે તેને જાેતા ઈન્સ્ટીટ્યુટ ફૉર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવૉલ્યુશન(આઈએચએમઈ)એ ઓગસ્ટ ૨૦૨૧ સુધી ૧૦ લાખ લોકોના મોતનુ અનુમાન લગાવ્યુ છે કે જે ચિંતા કરાવનારુ છે.
સ્વામીનાથને કહ્યુ કે ભારત અને દક્ષિણ એશિયાના બીજા દેશોમાં કોરોનાની બીજી લહેરે કહેર વરસાવ્યો છે પરંતુ આ બધા દેશોએ કોરોનાના સાચા આંકડા રજૂ નથી કર્યા કે જે યોગ્ય નથી. આ બધાએ કેસના સાચા આંકડા લોકો સામે રજૂ કરવા જાેઈએ જેનાથી સાચી આકારણી અને સંશોધન થઈ શકે. સાથે જ સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે ભારતમાં હાલમાં જે કોરોનાનો જબરદસ્ત વિસ્ફોટ થયો છે તેનુ કારણ નવો વેરીઅન્ટ છે. નવો વેરીઅન્ટ પહેલાથી વધુ ફેલાતો અને જાનલેવા છે અને આના કારણે સ્થિતિ ખૂબ બગડી છે. તેમણે કહ્યુ કે આ ઘાતક વેરિઅન્ટથી બચવાની એક જ રીત છે અને તે છે વેક્સીનેશન. તેમણે કહ્યુ કે રસીકરણ અભિયાનથી જ આ કોરોના કહેર પર લગામ લગાવવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ડબ્લ્યુએચઓએ કોરોનાના ભારતીય સ્વરૂપ(બી-૧૬૧૭)ને વૈશ્વિક સ્તરે ‘ચિંતાજનક સ્વરૂપ’ની શ્રેણીમાં રાખ્યુ છે.
ઉલ્લેખનીય છે કે સ્વામીનાથન પહેલા ડબ્લ્યુએચઓની ટેકનિકલ દળના સભ્ય ડૉ. મારિયા વેન કેરખોવે પણ સોમવારે કહ્યુ હતુ કે ભારતમાં સામે આવેલ વાયરસનુ સ્વરૂપ બી-૧૬૧૭ ઘણુ ઘાતક છે જેને અમે ‘ચિંતાજનક સ્વરૂપ’ની અંદર રાખ્યુ છે અને આના પર સંશોધન કરી રહ્યા છે. આના પર વૈશ્વિક સ્તર પર પણ ચર્ચા થવી જાેઈએ. ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે કહેર વરસાવ્યો છે. સેકન્ડ વેવથી સાબિત થયુ છે કે જીછઇજી-ર્ઝ્રફ-૨નો પ્રત્યેક નવો સ્ટ્રેન ગયા સ્ટ્રેનની સરખામણીમાં વધુ ઘાતક છે કારણકે આનાથી ગ્રસિત થયેલ દર્દીને ખબર જ નથી હોતી કે તે સંક્રમિત થઈ ગયો છે અને આના લીધે દર્દીનો આખો પરિવાર સંક્રમણની ચપેટમાં આવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના વાયરસ મહામારીની બીજી લહેરનો પ્રકોપ ચાલુ જ છે. સોમવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩,૬૬,૧૬૧ નવા કોરોના કેસ સામે આવ્યા છે અને ૩૭૫૪ લોકોના મોત થયા છે. જ્યારે ૩,૫૩,૮૧૮ લોકો કોરોનાથી રિકવર પણ થયા છે. લેટેસ્ટ સ્થિતિ બાદ કોરોનાથી અત્યાર સુધી દેશમાં ૨,૪૬,૧૧૬ લોકોના મોત થઈ ગયા છે અને દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૨,૨૬,૬૨,૫૭૫ પહોંચી ગઈ છે. દેશમાં અત્યાર સુધી ૧૭,૦૧,૭૬,૬૦૩ લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી ચૂકી છે.

Related posts

पाक ने संघर्ष विराम उल्लंघन का आरोप लगाते भारत के उप-उच्चायुक्त को तलब किया

aapnugujarat

Turkey bombed in Syria : 14 died

aapnugujarat

ईरान ने अमेरिकी सेना को आतंकवादी घोषित किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1