Aapnu Gujarat
Uncategorized

સુરતમાં ભાઈએ ભાઈની કરી હત્યા

સતત હત્યાની ઘટના સામે આવી રહી છે, ત્યારે ગતરોજ ગોડાદરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારમાં અડધી રાત્રે દારૂના નશામાં છકટો બનીને ધમાલ કરતા નાના ભાઈને સમજવા જતા થયેલા ઝગડામાં મોટા ભાઈએ પથ્થર મારી નાના ભાઈની હત્યા કરી દીધી. આ મામલે મોટાભાઈની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત જાણે ગુનાખોરી મામલે દિવસેને દિવસે આગળ વધી રહ્યુ છે ત્યારે દરરોજ એક હત્યાની ઘટના સમયે આવી રહી છે. આજે સુરતના ગોડાદરા વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ પ્રિયંકા સોસાયટીમાં રહેતા સાવાનેકર પરિવારમાં મોટા ભાઈ કેસરિચંદ પરિવાર સાથે રહે છે. જોકે મકાનના પહેલા માળે તેનો નાનો ભાઈ હીરાલાલ જે અપરણિત છે તે રહે છે. ગતરોજ ગરમીને લઈને બંને ભાઈ પોતાના મકાનની ગેલેરીમાં સુતેલા હતા ત્યારે નાનોભાઈ દારૂના નશામાં ચકચાર થઈને લવરી કરવા લાગ્યો હતો, અને મોટા ભાઈ સાથે ઝગડો કરી જેમ તેમ બોલવા લાગ્યો હતો. પહેલા ઝગડા બાદ મામલો શાંત થઈ ગયો હતો, ત્યારબાદ મોડી રાત્રે નાના ભાઈએ ધમાલ શરૂ કરી દીધી હતી, જેને લઈને મોટા ભાઈએ ફરી નાનાભાઇને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નાનાએ નશાની હાલતમાં હાથા પાઇ શરૂ કરી દીધી હતી. આ હાથાપાઈમાં મોટાભાઈએ આવેશમાં આવીને નાનાભાઈના માથામાં પ્થ્થર મારી દેતા તેને ગંભીર ઇજા થતા તેનું કરુંણ મોત થયું હતું. આ ઘટનાની જાણકારી માતાએ ગોડાદરા પોલીસને આપતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો દાખલ કરી નાનાભાઈના હત્યાના મામલે મોટાભાઈની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

Related posts

नोटबंदी और किसानो से जुड़े मुद्दो को लेकर मोदी पर हमला :राहुल गांधी

aapnugujarat

મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગુહ મંત્રી વિપુલ ચૌધરી દ્વારા માણસા તાલુકાના ઈશ્વરપુરા મુકામે અબુદા સેના ના નેજા હેઠળ સભાનું આયોજન

aapnugujarat

प्रधानमंत्री मोदी ने राजकोट में एम्स की रखी आधारशिला

editor

Leave a Comment

UA-96247877-1