Aapnu Gujarat
ગુજરાત

ધ્રાંગધ્રામા પેટા કેનાલ શોભાના ગાંઠીયા સમાન

સન્ની વાઘેલા, ધ્રાંગધ્રા

સરકાર દ્વારા રાજ્યના છેવાડાના સુધી નમઁદા નીર પહોચાડવા માટે કરોડોનો ખચઁ કરી કેનાલનું નિમાઁણ કરેલ છે. જેના લીધે ખેડુતોને વાવેતરમાં સરળતા રહે અને બારેમાસ વાવેતર કરી ધરતીપુત્રોને આથીઁક સધ્ધર બને પરંતુ રાજ્યની કેનાલોના કામમા વ્યાપક ભ્રષ્ટાચાર પણ સામે આવ્યો છે જેમા ધ્રાંગધ્રા પંથકના જશાપર ગામેથી નિકળતી મોરબી બાન્ચ કેનાલની પેટા કેનાલ આવેલી છે અહિ 6 જેટલી પેટા કેનાલો હોવાનુ સરકારી ચોપડે ઉલ્લેખ કરાયો છે પરંતુ આ તમામ પેટા કેનાલોમા માત્ર એક જ કેનાલ કાયઁરત છે અને અન્ય કેનાલોના કામ અધુરા છે. અધુરા પેટા કેનાલોના કામમા વાસ્તવમાં જોવા જઇએ તો માત્ર વીસેક ફુટના અંતર સુધી પેટા કેનાલ બનાવાઈ છે જે તે સમયે પેટા કેનાલના નકશામા વચ્ચે આવતા તમામ ખેડુતોને રુપિયા જમીનના વીઘા દીઠ રુપિયા પણ ચુકવાયેલ છે પરંતુ આ કાયઁવાહી અહિ જ સ્થગીત કરી બાદમા કેનાલનુ નામ નિશાન દેખાતુ નથી વળી અન્ય પેટા કેનાલોની જગ્યાએ લાંબા ખાડા ખોદી નખાયા છે અને ત્યા એક રુપિયાનું પણ કામ થયુ હોય તેવુ દ્રશ્યમાન થતુ નથી જોકે આ પેટા કેનાલો માત્ર થોડા અંતરે સુધી જ બનાવાઈ છે જેના લીધે અધુરુ કામ હોવાથી સરકારના લાખ્ખો રુપિયા રોકાયા છે. આ તરફ એકલ-દોકલ કાયઁરત પેટા કેનાલમાં પણ પાણીને અવરોધ ઉભો કરાતી બાવળની ઝાડી સહિતનો કચરો પણ જમા થયો છે જેના લીધે પાણીને જવા માટેનો અવરોધ ઉભો થાય છે. સમયસર પેટા કેનાલના સાફ સફાઇ પણ થતી ન હોવાનુ જણાઇ આવે છે. જ્યારે આ કાયઁરત પેટા કેનાલમાં પણ કેટલીક જગ્યાએ પાણી લીકેજના પ્રશ્નો ઉદભવે છે. બીજી તરફ વષઁ 2018મા નમઁદા શાખાના અધિકારી પણ ACBના સકંજામાં સપડાયા હતા અને તે સમયથી જ લગભગ આ કેનાલ નુ કામ ટલ્લે ચડ્યું છે. તેવામાં ખેડુતોના આથીઁક લાભ માટે નિમાઁણ કરેલ પેટા કેનાલ માત્ર શોભાના ગાંઠીયા સમાન જ રહી ગઇ છે. જેથી સ્થાનિક ખેડુતો દ્વારા પેટા કેનાલના સમારકામ અને અધુરા કામ પુણઁ કરવાની માંગ કરાઇ છે

Related posts

ગોધરામા MLA સી.કે.રાઉલજીનાં હસ્તે સહાયચેકનું વિતરણ

editor

દલિતો પર અત્યાચાર પ્રશ્ને રાજયપાલ સમક્ષ રજૂઆત

aapnugujarat

રાજ્ય સભાના સાંસદ જુગલજી ઠાકોરે કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધો

editor

Leave a Comment

UA-96247877-1