Aapnu Gujarat
રાષ્ટ્રીય

પ્રશાંત કિશોરે સન્યાસ લીધોે

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસના રણનીતિકાર રહી ચુકેલા પ્રશાંત કિશોરે અચાનક આ કામમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, હવેથી તેઓ આ કામ નહીં કરે. એટલે કે, ચૂંટણી સ્ટ્રેટજીનું કામ પ્રશાંત કિશોર લાંબા સમયથી કરતા આવી રહ્યાં હતાં તેમાંથી તેઓ હવે સન્યાસ લઈ રહ્યાં છે.
પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા તેમણે પડકાર ફેંક્યો હતો કે, જો પશ્ચિમ બંગાળમાં ભાજપ ૧૦૦નો જાદુઈ આંકડો વટાવી જશે તો તેઓ ચૂંટણી રણનીતિના કામમાંથી સન્યાસ લઈ લેશે. આજે પરિણામો સામે આવી રહ્યાં છે જેમાં ભાજપ ૧૦૦ સીટો કરતા નિચે રહી છે તેમ છતાં પ્રશાંત કિશોરે સન્યાસની જાહેરાત કરતા સૌકોઈને ચોંકાવી દીધા છે. તેમણે એક જાણીતિ હિંદી ટીવી ચેનલ સાથેની લાઈવ ડિબેટમાં આ જાહેરાત કરી હ્‌તી.
પીકેએ જાહેરાત કરી હતી કે, તેમણે સન્યાસ લેવાનો નિર્ણય કેમ કર્યો તો તેમણે જણાવ્યું હતું કે, હું ક્યારેય આ કામ કરવા નહોતો માંગતો પણ હું તેમાં આવી ગયો અને મેં મારા ભાગનું કામ કરી લીધું છે. પીકેએ જણાવ્યું હતું કે, આઈપેકમાં મારાથી પણ વધારે લોકો સક્ષમ છે જેઓ સારૂ કામ કરશે. માટે મને લાગ્યું કે હવે મારે બ્રેક લઈ લેવો જોઈએ.
સૌથી મોટો સવાલ એ છે કે, ચૂંટણીની રણનીતિ બનાવવાનું કામ મુકીને હવે પીકે શું કરશે? તેનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, આ મામલે વિચારવા માટે થોડો સમય આપો. હું કઈંક તો કરીશ જ. આમ તો આ કામ છોડવાનો વિચાર તો હું ઘણા લાંબા સમયથી કરી રહ્યો હતો, પરંતુ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો. હવે બંગાળની ચૂંટણી મારા માટે એક યોગ્ય સમય છે.
પીકેએ જણાવ્યું હતું કે, રાજનીતિમાં જવુ હંમેશા તેમના રડાર પર હતુ પણ તેઓ ક્યારેય ગયા નહીં. પીકેએ એમ પણ કહ્યું હતું કે, મેં રાજનીતિ જોઈન કરી હતી પરંતુ હું તેમાં નિષ્ફળ ગયો. હવે જો હું ફરી રાજનીતિમાં જઈશ તો પહેલા એ વિચારીશ કે આખરે શું ખામી રહી ગઈ, ત્યાર બાદ જ કોઈ નિર્ણય લઈશ.

Related posts

वायुसेना ने जम्मू हवाईअड्डा को बंद करने का अपना आदेश वापस लिया

editor

ભારત-ચીનના સંબંધો દુનિયા માટે ખૂબ અગત્યના : જયશંકર

editor

મંત્રી બનવાની કોઈ ઈચ્છા નથી, બીજેપી અધ્યક્ષપદે જ ખુશ છુંઃ અમિત શાહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1