Aapnu Gujarat
રાષ્ટ્રીય

કર્ણાટક મ્યુ. કોર્પો. ચૂંટણીમાં કોંગ્રેસનો જયકાર

પાંચ રાજ્યોમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતા પહેલાં કર્ણાટકમાં ભાજપને મોટો ઝાટકો લાગ્યો છે. રાજ્યમાં સત્તાધારી ભાજપને કોર્પોરેશનની ચૂંટણીમાં કારમી હાર મળી છે. જે ૧૦ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પસંદ કરાયા હતા તેમાંથી ૭ પર કોંગ્રેસે કબ્જો જમાવ્યો છે. ભાજપને માત્ર ૧ જગ્યાએ જીત મળી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કર્ણાટક કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ડીકે શિવકુમારે પ્રજાનો આભાર માન્યો છે.
કોંગ્રેસની જીત પર ડીકે શિવકુમારે ટ્‌વીટ કરી કે ૧૦ મ્યુનિસિપલ કાઉન્સિલમાં થયેલ ચૂંટણીમાં ૭ પર કોંગ્રેસે જીત મેળવી છે. ભાજપ માત્ર એક પર જીત્યું છે. કોંગ્રેસ પાર્ટી પર ભરોસો રાખનાર અને ભાજપને તેના કુશાસન પર સજા આપવા માટે કર્ણાટકના લોકોનો ધન્યવાદ. કુલ મળીને કોંગ્રેસે ૧૧૯ સીટ જીતી છે જ્યારે ભાજપે માત્ર ૫૬ અનેજેડીએસ એ ૬૭ સીટો પર જીત પ્રાપ્ત કરી છે.
કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે ટ્‌વીટમાં લખ્યું કે અત્યારે જીતનો જશ્ન મનાવાનો સમય નથી પરંતુ આપણે આ મુશ્કેલ સમયમાં પ્રજાની સેવા પ્રત્યે આપણા સમર્પણ માટે કિટબદ્ધ છીએ. હું કર્ણાટકમાં મારી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને અપીલ કરું છું કે કોઇપણ પ્રકારનો જશ્ન ના મનાવો. નેશનલ હેલ્થ ઇમરજન્સીના સમયમાં આપણા તરફથી સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરતાં પ્રજાની મદદમાં લાગેલા રહો.
કર્ણાટક અને બેંગલુરૂમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. અહીં ૪૮૨૯૬ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. તેની સાથે જ રાજ્યોમાં કોરોનાના કુલ કેસ હવે વધીને ૧૫૨૩૧૪૨ થઇ ગયા છે. એક્ટિવ દર્દીઓના આંકડા ૩ લાખ ૮૨ હજારથી ઉપર છે. અત્યાર સુધીમાં વાયરસની ઝપટમાં ૧૫૫૨૩ લોકોના મોત થઇ ચૂકયા છે. કર્ણાટક સરકારે કોરોનાના ફેલાવાને રોકવા માટે ૨૭ એપ્રિલની રાતથી ૧૨મી મે સુધી સવાર સુધી રાજ્યના શહેરી વિસ્તારોમાં ૧૪ દિવસનું લોકડાઉન કરી દીધું છે.

Related posts

ભાજપ અયોધ્યામાં તે જ સ્થળ પર રામ મંદિર બનાવવા માટે કટિબદ્ધ : અમિત શાહ

aapnugujarat

नौजवान रास्ता देख रहे हैं कि सरकार कुछ अच्छा करे : प्रियंका

aapnugujarat

अयोध्या केस के फैसले का भागवत ने किया स्वागत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1