Aapnu Gujarat
Uncategorized

અમદાવાદમાં યુવતીને તાલિબાની સજા

અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવતીને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઇ ગઇ છે અને કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે આ વીડિયો નરોડા વિસ્તારમાં આવેલ નવકાર જ્વેલર્સની બહારનો છે. વીડિયોમાં લોકો યુવતીને માર મારતા નજરે પડી રહ્યા છે. આ યુવતીને માર મારવા પાછળનું કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે. લોકો તેને એટલે માર મારી રહ્યા છે કેમ કે તેણે એક દુકાનમાં લૂંટનો પ્રયાસ કર્યો હતો અને જે બાદ લોકોએ તેને પકડીને બાંધી દીધી હતી. મળતી માહિતી પ્રમાણે નરોડા વિસ્તારમાં આવેલ નવકાર જ્વેલર્સમાં એક યુવતી સોનુ લેવાના બહાને આવે છે. તે પહેલા તો સોનું ખરીદવાનું હોય તે રીતે પૂછપરછ કરે છે. પરંતુ અચાનક તે બીજા હાથમાં રહેલ સ્પ્રે કાઢે છે અને જે વ્યક્તિ સોનુ બતાવી રહ્યા હતા તેની આંખમાં સ્પ્રે નાખીને લૂંટ કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે સફળ થઈ શકતી નથી. આ પછી લોકો તેને પકડીને બહાર એક થાંબલા સાથે બાંધી દે છે અને લાફો મારો છે. આ બનાવનો વીડિયો વાયરલ બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ મામલે યુવતી સામે લૂંટની કોશિશ અને યુવતીને જે માર મારવા માં આવ્યો છે તેને લઈ યુવતીની પણ ફરિયાદ લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. બંને કેસોમાં ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવશે અને યોગ્ય તપાસ કરવામાં આવશે.

Related posts

રાજકોટનાં યુવાને ૨૨ દિવસમાં બનાવ્યું સોનામાંથી પ્રધાનમંત્રી મોદીનું પોટ્રેટ

aapnugujarat

Bhagwat to address to nation after Ramjanmabhoomi-Babri verdict

aapnugujarat

पहली बार तीन शेर राजुला के शहरी क्षेत्र में घुस गये

aapnugujarat

Leave a Comment

UA-96247877-1