Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં રેમડેસિવિર પર પોલિટિકલ ડ્રામા

કોરોના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઈન્જેક્શન પર મહારાષ્ટ્રમાં શનિવારે રાત્રે લગભગ ૧૨ વાગ્યે મોટી રાજકીય બબાલ જોવા મળી. મુંબઈ પોલીસે એક ડ્રગ ડિસ્ટ્રીબ્યૂશન કંપનીના ડાયરેક્ટરની અટકાયત કરી હતી. જે બાદ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને વિધાન પરિષદમાં નેતા પ્રતિપક્ષ પ્રવીણ દરેકર પોતાના કેટલાંક સમર્થકોની સાથે વિલેપાર્લે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં ઝોન-૮ના ડ્ઢઝ્રઁ મંજુનાથ શિંગેની ઓફિસમાં બંને નેતાઓની પોલીસની સાથે ઉગ્ર ચર્ચાઓ થઈ.
લગભગ એક કલાક સુધી પોલીસ સ્ટેશનમાં રહ્યાં બાદ બહાર નીકળીને ફડણવીસે કહ્યું કે, ’મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારે અચાનક રાત્ર ૯ વાગ્યે મ્િેષ્ઠા ઁરટ્ઠદ્બિટ્ઠના એક અધિકારીની અટકાર કરી હતી. આ ઘણી જ શરમજનક ઘટના છે. મ્િેષ્ઠા ઁરટ્ઠદ્બિટ્ઠના અધિકારીને એક મંત્રીનાર્ ંજીડ્ઢએ બપોરે કોલ કરી ધમકી આપી હતી કે તમે વિપક્ષી પાર્ટીને રેમડેસિવિર કઈ રીતે સપ્લાઈ કરી શકે છે? જે બાદ મોડી રાત્રે ૧૦ વાગ્યે પોલીસે તેમની ધરપકડ કરી અને અહીં લઈ આવ્યા.’
ફડણવીસે કહ્યું, ’આ ઘટનાની સુચના મળતાં જ અમે સ્થાનિક પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશનર કચેરી જઈને મ્િેષ્ઠા ઁરટ્ઠદ્બિટ્ઠનો ગુનો શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો. મ્િેષ્ઠા ઁરટ્ઠદ્બિટ્ઠએ મહારાષ્ટ્ર સરકાર અને દમન એડમિનિસ્ટ્રેશન પાસેથી તમામ પ્રકારની મંજૂરી લઈ રાખી છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ પણ મ્િેષ્ઠા ઁરટ્ઠદ્બિટ્ઠને વધુમાં વધુ રેમડેસિવિરની આપૂર્તિ મહારાષ્ટ્રને કરવાનું કહ્યું છે. તેમ છતાં મહારાષ્ટ્ર સરકાર આ પ્રકારની ગંદુ રાજકારણ કરી રહ્યું છે જે શરમજનક વાત છે.’
દેશ આખો જ્યારે કોરોના મહામારીનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કે રેમડેસિવિર ઈન્જેક્શનની સપ્લાઈ કરનારી ૧૬ કંપનીઓને કેન્દ્ર સરકારે ધમકી આપી છે કે જો તેઓએ મહારાષ્ટ્ર સરકારને રેમેડેસિવિરની સપ્લાઈ કરી, તો તેમની કંપનીનું લાયસન્સ રદ કરવામાં આવશે.
મલિકે કહ્યું કે, ’ભારતમાં ૧૬ નિકાસકારોને ૨૦ લાખ રેમડેસિવિરના ઈન્જેક્શન વેચવાની મંંજૂરી નથી. હવે જ્યારે કેન્દ્ર સરકારે તેના નિકાસ પર પ્રતિબંધ મૂકી દિધો છે, તો તેને દેશમાં વેચવાની મંજૂરી મળે તેવી માગ છે પરંતુ તેઓને મંજૂરી નથી આપવામાં આવી રહી. આ સ્થિતિમાં મહારાષ્ટ્ર સરકારની પાસે આ ૧૬ નિકાસકારો પાસેથી રેમડેસિવિરનો સ્ટોક જપ્ત કરવા અને જરૂરિયાતમંદોને પહોંચાડવા સિવાયનો કોઈ જ વિકલ્પ બચતો નથી.’
તેઓએ વધુમાં કહ્યું કે, ’કેન્દ્ર સરકારે કહ્યું કે રેમડેસિવિરને માત્ર ૭ કંપનીઓના માધ્યમથી જ વેચાવા જોઈએ, જે તેનું ઉત્પાદન કરી રહી છે. હવે આ ૭ કંપનીઓ પણ કેન્દ્રના દબાવમાં ઈનકાર કરી રહી છે. આ મુદ્દા પર ધ્યાન આપવી જરૂર છે અને રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં તેને ઉપલબ્ધ કરાવવા જોઈએ.’
મલિકને ખભ્ભે બંદૂક રાખીને જ્યારે મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર પર સીધો હુમલો કર્યો તો કેન્દ્ર સરકારના બચાવમાં કેન્દ્રીય રેલ, વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા મામલા તેમજ ખાદ્ય તથા સાર્વજનિક વિતરણ મંત્રી પીયૂષ ગોયલ અને રાજ્યમંત્રી મનસુખ માંડવિયા આગળ આવ્યા. માંડવિયાએ મહારાષ્ટ્ર સરકારના આરોપને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે મલિકને આવી જાણકારી આપનારી ૧૬ કંપનીઓની યાદી આપવાનું કહ્યું છે.
તેઓએ કહ્યું કે, મહારાષ્ટ્રના લોકોને રેમડેસિવિરની પર્યાપ્ત આપૂર્તિ સુનિશ્ચિત કરવી તે કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે. સરકારના રેકોર્ડ મુજબ, ત્યાં ઇઓયૂનું માત્ર એક એકમ અને એસઇઝેડનું એક એકમ છે. કેન્દ્ર સરકાર રેમડેસિવિરના તમામ નિર્માતાઓના સંપર્કમાં છે. રેમડેસિવિરની એક પણ ખેપ કોઈ પણ જગ્યાએ ફસાયેલી નથી. તેઓએ સાથે એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકારે દેશમાં રેમડેસિવિરના ઉત્પાદનને બમણા કરી, નિર્માણ ક્ષમતા વધારવા માટે ૧૨ એપ્રિલ પછી વધુ ૨૦ પ્લાન્ટ્‌સ શરૂ કરવાની મંજૂરી આપી છે.

Related posts

खराब अर्थव्यवस्था को एक्ट ऑफ गॉड कहने पर ट्रोल हुईं वित्त मंत्री

editor

મોદી કેબિનેટનું ૭મીએ વિસ્તરણ, ૧૭ – ૨૨ નવા મંત્રી ઉમેરાશે

editor

વિવાદોની વચ્ચે યોગીના તાજ દર્શન : સફાઈમાં પણ જોડાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1