Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વિવાદોની વચ્ચે યોગીના તાજ દર્શન : સફાઈમાં પણ જોડાયા

અયોધ્યા, બુન્દેલખંડ, બિઝનૌર અને વારાણસી બાદ ગુરૂવારના દિવસે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આગરા પહોંચી ગયા હતા. તાજમેહલને લઇને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે તેઓ આગરા પહોંચ્યા હતા. યોગીએ તાજમેહલના પશ્ચિમી ગેટ પર સાફ સફાઇના અભિયાનમાં પણ ભાગ લઇને તમામનુ ધ્યાન ખેંચ્યુ હતુ. તેમની સાથે કેબિનેટ પ્રધાન રીટા બહુગુણા પણ જોડાયા હતા. તાજમહેલને લઇને છેલ્લા કેટલાક દિવસથી વિવાદો ચાલી રહ્યા છે. યોગી આદિત્યનાથ તાજમહેલમાં ભ્રમણ કરનાર ભાજપના પ્રથમ મુખ્યપ્રધાન બની ગયા છે. રાજ્ય સરકાર પહેલાથી જ કહી ચુકી છે કે, તાજનગરીમાં પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે વિવિધ વિકાસ યોજના માટે ૩૭૦ કરોડ રૂપિયા ખર્ચ કરનાર છે. મુખ્યમંત્રી બન્યા બાદ યોગી આદિત્યનાથ પ્રથમ વખત તાજમહેલ જોવા પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશ પ્રવાસના મુખ્ય સચિવ અવનિશ અવસ્થીએ કહ્યું હતું કે, આગરા પ્રવાસ દરમિયાન યોગી આ ખુબસુરત સ્મારકની અંદર ચીજોને પણ નિહાળી ચુક્યા છે. યમુનાની પાસે સૂચિત વિસ્તારનું નિરીક્ષણ પણ કર્યુ હતુ. ઉત્તર પ્રદેશના પ્રવાસ સાથે સંબંધિત વિભાગના પુસ્તકમાં રાજ્યમાં વિકાસ યોજનાઓની યાદીમાં તાજમહેલને દૂર કરવાને લઇને વિવાદની શરૂઆત થઇ હતી. ત્યારબાદ ભાજપના નેતાઓએ તાજમહેલને લઇને વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. ભાજપના નેતા સંદીપ સોમે તાજમહેલને ભારતીય ઇતિહાસ પર એક કલંક તરીકે ગણાવીને તેની ઝાટકણી કાઢી હતી જ્યારે ભાજપના નેતા વિનય કટિયારે કહ્યું હતું કે, તાજમહેલની જગ્યાએ પહેલા શિવમંદિર હતું. ગયા સપ્તાહમાં ગોરખપુરમાં એક રેલીને સંબોધતા યોગીએ તાજમહેલને ભારતના ગર્વ તરીકે ગણાવીને આને વિશ્વસ્તરીય સ્મારક તરીકે સંબોધીને ડેમેજ કન્ટ્રોલની કવાયત હાથ ધરી હતી.

Related posts

मुझे तो खुद नोट बदल ने के लिए भारत आना पडा : राजन

aapnugujarat

પાકિસ્તાન પાસેથી પૈસા લેવાની કબૂલાત કરનાર નઈમ ખાન અને નેશનલ ફ્રન્ટને હુર્રિયતમાંથી કરાયા સસ્પેન્ડ

aapnugujarat

સંઘની દખલ ઘટાડવા ભાજપમાં કેટલાક ફેરફાર કરાયા

editor

Leave a Comment

UA-96247877-1