Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોરોનાના કહેરને જોતા રાહુલ ગાંધીએ પ્રચાર -રેલીઓ બંધ કરી

દેશમાં કોરોના વાયરસ કહેર રોકાવાનું નામ લઇ રહ્યું નથી ત્યારે હવે આ બાબતને ધ્યાનમાં લઈ કોંગ્રેસના પૂ્ર્‌વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોનાની સ્થિતિ જોતા પશ્ચિમ બંગાળમાં પોતાની આગામી તમામ ચૂંટણી સભાઓ અને પ્રચાર પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. જેની તેમણે સોશિયલ મીડિયામાં ટિ્‌વટ કરીને માહિતી આપી છે.
વાત એમ છે કે પશ્ચિમ બંગાળમાં હાલ વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી ચૂંટણી પ્રચાર કરી રહી છે. આ પ્રચારમાં લાખો જનમેદની એકત્રિત થયેલ દેખાય છે. જેમાં કેટલાય લોકો માસ્ક વગરના, સોશિયલ ડિસન્સીંગની ધજાગરા ઉડે છે.
રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને કહ્યું કે, કોવિડની સ્થિતિને જોતા મેં પશ્ચિમ બંગાળમાં તમામ જાહેરસભાઓ સ્થગિત કરી દીધી છે. હું રાજકીય નેતાઓને સલાહ આપવા માગું છું કે, હાલની પરિસ્થિતિમાં સાર્વજનિક રેલીઓના આયોજન કરવાના પરિણામ વિશે ગંભીરતાથી વિચાર કરવો જોઇએ.

Related posts

સુહાનાએ સો.મીડિયા પર શેર કરી એક જૂની તસ્વીર

editor

સરકારે અદાણીને ફાળવી દીધી કોલસાની ખાણો, સુપ્રીમે ખુલાસો માંગ્યો

aapnugujarat

કુપવાડામાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1