Aapnu Gujarat
ગુજરાત

કોરોનાની ચેઇનને તોડવા એક સપ્તાહનું લોકડાઉન જરૂરી

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં ૮૦૦૦ કરતા વધારે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને રોકવા માટે કેટલાક પ્રતિબંધો પણ લાગુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક ગામડાઓમાં અને શહેરોમાં વેપારી એસોસિયેશન દ્વારા બંધની જાહેરાતો પણ કરવામાં આવી છે. ત્યારે કોરોનાના વધતા જતા કેસો વચ્ચે રાજ્યની હોસ્પિટલો પણ હવે દર્દીઓથી ઊભરાઈ રહી છે. ત્યારે સુરતના ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ દ્વારા એક સપ્તાહના લોકડાઉનની માગણી કરવામાં આવી છે તેમને કહ્યું છે કે, કોરોનાના સંક્રમણની ચેઇનને તોડવા માટે એક સપ્તાહનું લોકડાઉન જરૂરી છે.
રિપોર્ટ અનુસાર સુરતના ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ હિરલ શાહ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી છે કે, રાજ્યમાં વણસેલી સ્થિતિને જોતાં એક સપ્તાહનું લોકડાઉન જરૂરી છે. સુરતમાં હાલ કોઈ પણ હોસ્પિટલમાં વેન્ટિલેટર બેડની વ્યવસ્થા નથી. જો આવી સ્થિતિ રહેશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. બેકાબૂ કોરોના ની ચેઇને તોડવા માટે ફરજિયાત લોકડાઉન જરૂરી છે.
મહત્ત્વની વાત એ છે કે, થોડા દિવસો પહેલા રાજકોટ ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ દ્વારા પણ લોકડાઉનની માગણી કરવામાં આવી હતી. તો એ પહેલા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને બેથી પાંચ દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવે તેવી રજૂઆત કરાઇ હતી. તો બીજી તરફ સુરતના હીરાઉદ્યોગકાર એવા સવજી ધોળકીયાએ પણ લોકડાઉનની માગણી કરી હતી. ત્યારે હવે લોકો સામે ચાલીને સરકાર પાસે લોકડાઉનની માગણી કરી રહ્યા છે પરંતુ આર્થિક વ્યવસ્થા લોકડાઉનના કારણે તૂટતી હોવાથી રાજ્ય સરકાર માત્ર પ્રતિબંધ લાગુ કરી રહી છે. સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવતી નથી.
હાલ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ગામડાઓમાં સ્થાનિક લોકો દ્વારા સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. રાજકોટ નજીક આવેલા ગૌરીદળ ગામ લોકો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, જે લોકો લોકડાઉનના નિયમનો ભંગ કરીને દુકાન ખોલશે તો દુકાનદારની પાસેથી એક હજાર રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવશે.

Related posts

એનસીપી પક્ષ ગુજરાત પ્રદેશ દ્વારા પક્ષનો સ્થાપના દિન ઉજવવામાં આવ્યો: એનસીપી

aapnugujarat

અલ્પેશ કથીરિયા બે લોકસભા બેઠક પરથી લડી શકે ચૂંટણી

aapnugujarat

હવે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ સસ્પેન્ડ કરે તેવી સંભાવના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1