Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહામારીના કપરા કાળમાં રાજકારણ અને ગુંડાગીરી ન કરો : સાધ્વી પ્રજ્ઞાસિંહ

ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે એક પત્ર દ્વારા પોતાના મત વિસ્તાર અને દેશના લોકોને અપિલ કરતા લખ્યું છે. મારા પ્રિય દેશવાસીઓ સાદર જય શ્રીરામ.
કોરોના મહામારી એક ચેપી રોગ છે. તેમાં શારીરીક અંતર રાખવું, રસી મુકાવાવી, સારવાર લેવી અને નકારાત્મક વિચારો છોડીને સંવેદનાત્મક વિચાર અને વ્યવહાર રાખવાની જરૂર છે. હું સારવાર લેતા લેતા પણ મારા વિસ્તારની પ્રજાના કામ કરી રહી છું. બહુ જલ્દી સાજા થઇને પુર્ણ શકિત સાથે આપ સૌની સામે ઉપસ્થિત થઇશ બિમાર તો કોઇપણ વ્યકિત થઇ શકે છે, પછી તે પ્રજા હોય, નેતા હોય, ગૃહસ્થ હોય અથવા સન્યાસી હું તો આમ પણ દેશદ્રોહીઓ દ્વારા અપાયેલ ડંખ સહન કરી રહી છું.ભોપાલમાં કોરોનાની ભયાનક સ્થિતીને ધ્યાનમાં રાખીને બધાના હિતમાં ૬.૦૦ વાગ્યા સુધી કર્ફયુનો નિર્ણય યોગ્ય છે. આપણે બધા સ્વયં અને પરિવારજનોને સ્વસ્થ અને ખુશ જોવા ઇચ્છીએ છીએ એટલે આપણે શાસનના નિયમો અને સ્વાનુશાસનનું પાલન કરીને આ મહામારી પર વિજય મેળવવાનો છે. ડોકટરો પોતાનો જીવ જોખમમાં મુકીને દર્દીની સેવામાં લાગેલા છે. આ મહામારીના વાતાવરણમાં રાજકારણ, ગુંડાગીરી કરવી અને ડોકટરો તથા મેડીકલ સ્ટાફના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવી તથા એમને એટલી હદે ભયભીત કરવા કે તેઓ દુખી થઇને દર્દીઓની સારવારમાંથી છુટવા માંગે તે યોગ્ય નથી. ભગવાન આવા કોંગ્રેસી નેતાઓ અને તેમના દ્વારા ઉભા થયેલા અમાનીય લોકોને સદ્દબુદ્ધિ આપે. આપણે બધા સ્વંય સ્વસ્થ રહીએ અને સંપૂર્ણ સમાજ તથા દેશ સ્વસ્થ રહે તે માટેના આપણા કર્તવ્યો પુરા કરીને રસી મુકાવીએ અને ભગવાનને પ્રાર્થના પણ કરીએ. મારી ભાવનાઓ, સંવેદનાઓ અને કર્તવ્યો સંપૂર્ણ સમાજ અને રાષ્ટ્રને સમર્પિત છે.

Related posts

હવે દરિયાઈ માર્ગથી આતંક ફેલાવવાના પ્રયાસો થઇ શકે : નૌકા સેનાના પ્રમુખ એડમિરલ સુનિલ લાંબા

aapnugujarat

કર્ણાટકમાં સુરક્ષાની વચ્ચે આવતીકાલે મતદાન

aapnugujarat

બેરોજગાર બ્રાહ્મણોને આંધ્ર પ્રદેશ સરકાર આપે છે મફતમાં કાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1