Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં ચોમાસું રહેશે સામાન્ય : સ્કાઈમેટ

મોસમની આગાહી અને કૃષિ રિસ્ક સોલ્યુશનના ક્ષેત્રે અગ્રણી ભારતીય કંપની સ્કાઇમેટએ ૨૦૨૧ ના ચોમાસા વિશે આગાહી કરી છે. ચોમાસુ ચાર મહિના જૂન, જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમ્યાન વરસાદ ૮૮૦.૬ લિમિટેડની તુલનાએ ૨૦૨૧ માં ૧૦૩ ટકા વરસાદ થવાની સંભાવના છે.
સ્કાઇમેટ વધુ આગાહી કરતા જણાવ્યું હતું કે ઉત્તર ભારતના મેદાની વિભાગો અને પૂર્વોત્તર ભારતના કેટલાક વિસ્તારમાં મોસમનો વરસાદ ઓછો થવાની આશંકા છે. કર્ણાટકમા વરસાદ પહેલા ત્રણ મહિના દરમિયાન ઓછા થી સામાન્ય રહી શકે છે. જ્યારે સપ્ટેમ્બરમાં દેશભરમાં ભારે વરસાદ થવાનો અંદાજ સેવામાં આવી રહ્યો છે.
સ્કાયમેટના સીઈઓ યોગેશ પાટીલ અનુસાર પ્રશાંત મહાસાગરમાં ગત વર્ષે લા નીનાની સ્થિતિ બનેલી છે અને અત્યાર સુધીમાં મળતાં સંકેત અનુસાર આખી સિઝન દરમિયાન ઈએનએસઓ તટસ્થ સ્થિતિમાં રહેશે. ચોમાસાના મધ્ય સુધીમાં પ્રશાંત મહાસાગરના મધ્ય ભાગોમાં સમુદ્રની સપાટીનું તાપમાન ફરીથી ઘટવા લાગશે. જોકે સમુદ્રની સપાટીને ઠંડી થવાની પ્રક્રિયા ખૂબ ધીમી હશે તેના આધારે કહી શકાય કે ચોમાસું ખરાબ કરનાર અલી નીનોની અસર આ વખતે ચોમાસામાં નહીં હોય હાલના અંદાજો અનુસાર ચોમાસુ સામાન્ય સ્થિતિમાં રહી શકે છે.

Related posts

कासगंज : हिंसा में मृत राहुल उपाध्याय जिंदा

aapnugujarat

राष्ट्रपति के अभिभाषण में आर्थिक मंदी से निपटने को लेकर कुछ नहीं कहा गया : चिदंबरम

aapnugujarat

हिंदू मैरेज एक्ट के तहत वन नाइट स्टैंड शादी नहीं : बॉम्बे हाईकोट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1