Aapnu Gujarat
રાષ્ટ્રીય

હા ગુજરાતમાં કોરોના વકર્યો છે… મહાનગરોમાં પરિસ્થિતિ અતિ ગંભીર

ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વણસી રહેલી કોરોનાની સ્થિતિ અંગે રાજ્ય સરકારે બેડ વધારવા અંગે મહત્વનો ર્નિણય લીધો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે.
અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબીમાં સતત સંક્રમણ વધી રહ્યું છે. તેથી મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં આયોજિત કોર મીટીંગમાં ર્નિણય લેવામાં આવ્યો છે કે, કોર ગ્રુપની બેઠકમાં દરરોજની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી.
અમદાવાદમાં બેડ વધારવા પડે સ્થિતિ ઉભી થઇ છે. મોરબીમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી છે. તેના પગલે અમદાવાદની જીફઁ હોસ્પિટલની ૫૦૦ કોરોનાના દર્દીઓની કેપેસિટી વધારીને ૧૦૦૦ બેડની કરવામાં આવશે. અન્ય રોગના દર્દીઓને તબક્કાવાર રજા આપવામાં આવશે. અને તે પથારીઓમાં કોરોનાના દર્દીઓ દાખલ કરવામાં આવશે.
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ એટલે ૩ હજારથી વધુ દર્દીઓ આવી રહ્યા છે. અમદાવાદમાં આવેલી મંજુશ્રી હોસ્પિટલમાં આવેલી કોરોનાના બેડની સુવિધા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ને તેનું મેનેજમેન્ટ સોંપવામાં આવ્યું છે.
હોસ્પિટલોમાં સતત દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે ધ્યાનમાં આવ્યું છે કે, અનેક લોકો માત્ર રેમડેસિવીરમાટે હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યાં છે ત્યારે આ મામલે સરકારે મોટો ર્નિણય લીધો છે કે, માત્ર રેમડેસિવીર માટે દર્દીને હોસ્પિટલમાં દાખલ નહિ થવુ પડે, ઈન્જેક્શન લઈને ૨-૩ કલાકમાં ઘરે જઈ શકાશે. કોમ્યુનિટિ હોલમાં નર્સિંગ સ્ટાફના દેખરેખ હેઠળ ઈન્જેક્શન અપાશે. જેના બાદ ૨ થી ૩ કલાકમાં ઈન્જેક્શન લઈને દર્દીઓ ઘરે જઈ શકશે. જેનાથી હોસ્પિટલમાં બેડ બચશે અને દર્દી ઇન્જેશન લઈને ઘર જતા રહી શકશે. ગઈકાલે ૧૫ લાખ વેક્સીનનો જથ્થો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. બીજાે નવો વધારાનો જથ્થો કેન્દ્ર સરકાર આપે તે માટે સંપર્કમાં છીએ. ૧ રૂપિયામાં ૩ લેયર માસ્ક રાજ્ય સરકાર નાગરિકોને આપશે, જે અમુલ પાર્લર પર મળશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સુરતની મુલાકાત લઈને રિવ્યુ કર્યો. મેં વડોદરાની પણ મુલાકાત લીધી. રાજકોટની પરિસ્થિતિ પર મુખ્યમંત્રી પોતે ધ્યાન રાખી રહ્યાં છે. જામનગર, મોરબીનો પણ રિવ્યૂ સતત કરી રહ્યાં છીે. વામાં આવી રહ્યો છે. બીજા ફેઝમાં મોટા પ્રમાણમાં દર્દીઓ વધી રહ્યા છે, ત્યારે પથારીઓમાં વધારો કરવાની સ્થિતિ પેદા થઈ છે. અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા લેવાયો કે, અમદાવાદમાં મ્યુ સંચાલિત એસવીપી હોસ્પિટલની કુલ કેપેસિટી ૧૦૦૦ બેડની કેપેસિટી હતી. ૫૦૦ કોરોના માટે અને ૫૦૦ અન્ય બીમારીના સારવાર માટે રખાઈ હતી. પરંતુ કોરોનાના દર્દીઓ માટે એસવીપીમાં ૫૦૦ની કેપેસિટી વધારીને ૧૦૦૦ બેડની કરવામાં આવી છે.

Related posts

કાશ્મીરમાં ત્રાસવાદીઓને ઠાર કરાતા અનેક જગ્યાએ પથ્થરમારો

aapnugujarat

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં ૨૭ વર્ષમાં ૪૦ હજારથી વધુના મૃત્યુ : હેવાલમાં ધડાકો

aapnugujarat

રાજ્યસભા પરિણામ : બંગાળમાં ટીએમસીના ચાર ઉમેદવાર જીત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1