Aapnu Gujarat
National

અનિલ દેશમુખના રાજીનામા પર ઉદ્ધવ ઠાકરે મૌન કેમ? : રવિશંકર પ્રસાદ

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામા બાદ ભાજપે મહારાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર જોરદાર હુમલો કર્યો છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યુ કે, અનિલ દેશમુખે રાજીનામાનો નિર્ણય ઉદ્ધવ ઠાકરેને નહીં, પરંતુ શરદ પવારને પૂછીને લીધો. આ મામલામાં ઠાકરે ચુપ કેમ છે. તેમણે કહ્યું કે, આ મામલાની તપાસ મુંબઈની પોલીસ ન કરી શકે, તેથી હવે સીબીઆઈ તેની તપાસ કરશે.
રવિશંકર પ્રસાદે કહ્યુ કે, અનિલ દેશમુખના પદ પર રહેતા મુંબઈ પોલીસ તપાસ ન કરી શકત. અમે શરૂઆતથી નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, બધા અનિલ દેશમુખનું રાજીનામુ માગી રહ્યા હતા, પરંતુ તે આપી રહ્યા નહતા. આજે તો કમાલ થઈ ગયો કે તેમણે શરદ પવારની મંજૂરી લીધી અને રાજીનામુ આપી દીધુ. તેમણે સવાલ ઉઠાવ્યો કે ઉદ્ધવ ઠાકરે ક્યારે મોઢુ ખોલશે? તેમનું મૌન ઘણી વાતો તરફ ઈશારો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ ઘટનામાં તથ્યો સામે આવી જશે કારણ કે એનઆઈએની તપાસમાં બધુ સામે આવી રહ્યું છે. દરરોજ સચિન વઝેની નવી ગાડીઓ મળી રહી છે.

Related posts

આજે આપણે પૂરી દુનિયામાં હેલ્થ અને વેલનેસ માટે એક મોટા આયોજનના સાક્ષી બની રહ્યા છીએ – વડાપ્રધાન

aapnugujarat

ચૂંટણી સમયે જોડો અને તોડોની રાજનીતિ : ભાજપ – કોંગ્રેસ સામ સામે કરી રહ્યું છે નેતાઓના સંપર્કમાં હોવાનો દાવો

editor

કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પાનું રાજીનામું

editor

Leave a Comment

UA-96247877-1