Aapnu Gujarat
રાષ્ટ્રીય

છત્તીસગઢમાં જવાનો પર થયેલા હુમલાને ફ્રાન્સે વખોડ્યો

છત્તીસગઢના બીજાપુરમાં થયેલા નકસલી હુમલામાં દેશના ૨૨ બહાદુર જવાન શહીદ થઇ ગયા. ફ્રાન્સએ છત્તીસગઢમાં નકસલીઓના હુમલામાં સુરક્ષાબળોના ૨૨ જવાનોના શહીદ થવાની ઘટના પર શોક વ્યકત કર્યો છે. સાથો સાથ ફ્રાન્સે કહ્યું કે તેઓ આતંકની વિરૂદ્ધ લડાઇમાં ભારતની સાથે ઉભા છે.
ફ્રાન્સના રાજદૂત ઇમેનુઅલ લેનાઇને ટ્‌વીટ કરી કે છત્તીસગઢમાં સુરક્ષાબળોના મોત થવા પર ઉંડી સંવેદનાઓ. મૃતકોના પરિવારજનો અને ઘાયલોના પ્રત્યે અમારી સંવેદનાઓ, અમે ઘાયલોના શીધ્ર સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ. તેમણે કહ્યું કે ફ્રાન્સ આતંકવાદના કોઇપણ સ્વરૂપની વિરૂદ્ધ લડાઇમાં ભારતની સાથે ઉભો છે.
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના નકસલ પ્રભાવિત બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદ પર શનિવારના રોજ કમ સે કમ ૪૦૦ નકસલીઓએ સુરક્ષા બળો પર હુમલો કર્યો જેમાં ૨૪ જવાન શહીદ થઇ ગયા હતા.

Related posts

નીતીશ વિકાસના કાર્યોની સમીક્ષા પર ધ્યાન આપશે

aapnugujarat

મોદી સરકાર અમીર કોર્પોરેટ પર મહેરબાન છે : ચિદમ્બરમ

aapnugujarat

कांग्रेस डूबता जहाज , इसलिए विधायक इसे छोड़ते जा रहे हैं : शिवराज चौहान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1