Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી સરકાર અમીર કોર્પોરેટ પર મહેરબાન છે : ચિદમ્બરમ

બજેટ સત્ર દરમિયાન સંસદમાં ધાંધલ ધમાલનો દોર જારી રહ્યો છે. આજે રાજ્યસભામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. ચિદમ્બરમે એકબાજુ બજેટ અને અર્થવ્યવસ્થાને લઇને સરકાર ઉપર ૧૨ પ્રશ્નો ઝીંક્યા હતા. બીજી બાજુ ઇતિહાસને લઇને સરકારને ચેતવણી પણ આપી હતી. પૂર્વ નાણામંત્રીએ કહ્યું હતું કે, ઇતિહાસ મોદી સરકારને દેશના સંદર્ભમાં આડેધડ આંકડા રજૂ કરવાની સરકાર તરીકે યાદ રાખશે. ચિદમ્બરમે નિવેદન કર્યું ત્યારે સત્તા પક્ષના સભ્યોએ અડચણો ઉભી કરી હતી. મોદીના અપમાનને દેશના લોકો સ્વીકાર કરશે નહીં તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. સરકારના રોજગારના આંકડા અને જીડીપીના આંકડા અંગે પ્રહાર કરતા ચિદમ્બરમે કહ્યું હતું કે, અમે દુનિયાના એવા પ્રથમ દેશ તરીકે છે જે જીડીપી વધવાનો દાવો કરે છે પરંતુ રોજગારની તકો ઘટી રહી છે. સરકાર દાવો કરી રહી છે કે, રોજગારમાં વધારો થઇ રહ્યો છે પરંતુ આ કાગળ સુધી મર્યાદિત છે. જીડીપીના ગ્રોથના દાવા અંગે ચિદમ્બરમે કહ્યું હતું કે, દેશમાં અનેક સેક્ટરોના ૨૦૧૪ બાદથી આંકડામાં કોઇ પરિવર્તન થયું નથી. જીડીપી ગ્રોથની વાત આડેધડ રજૂ કરવામાં આવી રહી છે. ૨૦૧૮-૧૯નું બજેટ નાણાંકીય ખાધને સૌથી ઉંચા સ્તર પર લઇ જનાર તરીકે સાબિત થશે.
પૂર્વ નાણામંત્રીએ રાજ્યસભામાં આપવામાં આવેલા ભાષણમાં મોદી સરકાર ઉપર મધ્યમ વર્ગને કોઇ રાહત નહીં આપવાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ સરકાર અમીર કોર્પોરેટ ઉપર મહેરબાન છે. કોર્પોરેટ હાઉસ પર ટેક્સ લગાવવાના બદલે બજેટમાં મહેનત કરનાર મધ્યમવર્ગને કોઇ રાહત આપી નથી. મિડલ ક્લાસ ઉપર ટેક્સનો વધારાનો બોજ ઝીંકાયો છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

देश में कोरोना संक्रमण के 13,993 नए मामले

editor

PM Modi inaugurates Parliament House Annexe Extension Building

aapnugujarat

૬૮ ટકા જેટલા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર મળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1