Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નીતીશ વિકાસના કાર્યોની સમીક્ષા પર ધ્યાન આપશે

બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારને હાલ સરકારની વિકાસ યોજનાઓની રાજ્યભરમાં ચાલી રહેલી સમીક્ષા દરમિયાન નવા રાજકીય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આના માટે નીતીશ કુમાર વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા પોતાના સાત નિશ્ચિત અભિયાનની સફળતાને રજૂ કરવા માટે ઇચ્છુક છે. ભાજપની સાથે મળીને સરકાર બનાવી લીધાના પાંચ વર્ષ બાદ નીતીશ પર આરજેડી તરફથી સતત પ્રહારો કરવામાં આવી રહ્યા છે. જ્યારે ભાજપ પણ રાજ્યના વિકાસ કાર્યો માટે માત્ર તેમને ક્રેડિટ આપવાના મુડમાં નથી. આવી સ્થિતીમાં નીતીશ કુમાર સુશાસન બાબુ તરીકેની છાપને જાળવી રાખવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. જમીની સ્તર પર બિહારના અગ્રણી નેતા તરીકેની છાપને નીતીશ કુમાર જાળવી રાખવા માટે તૈયાર છે. આના માટે નીતીશના સાત નિશ્ચયની સફળતા ઉપયોગી બની ગઇ છે. નીતિશે રાજ્યભરમાં વિકાસ કાર્યોની સમીક્ષાના ત્રીજા તબક્કાની હાલમાં જ શરૂઆત કરી હતી. પહેલા બે તબક્કામાં તેઓએ રાજ્યના ૨૦ જિલ્લાનો પ્રવાસ કર્યો હતો. તેઓ છેલ્લા દશકથી પણ વધારે સક્રિય દેખાઇ રહ્યા છે. પોતાના દરેક કાર્યકાળામાં આ પ્રકારની યાત્રા નીતીશ કુમાર કરતા રહ્યા છે. પોતાની યાત્રા દરમિયાન જમીની સ્તર પર વિકાસ કાર્યોની સમીક્ષા કરવા માટે તેઓ દરેક જિલ્લાના કેટલાક ગામોની પસંદગી કરે છે. ત્યારબાદ તેઓ યોજના શરૂ કરે છે. આવા પ્રવાસ દરમિયાન નીતીશ કુમાર જાહેરસભાને પણ સંબોધે છે. બાળ વિવાદ અને દહેજ જેવી સામાજિક કુરિતી ખતમ કરવા માટે લોકોની મદદ માગે છે. રાજ્યમાં શરાબબંધીને લઇને લોકોના અભિપ્રાય પણ મેળવી રહ્યા છે. નીતીશ સક્રિય દેખાઇ રહ્યા છે.

Related posts

प्रियंका ने कहा – भाजपा सरकार अर्थव्यव्स्था के मामले में इतनी भ्रमित क्यों है?

aapnugujarat

गोडसे भक्ति पर प्रज्ञा की माफ़ी

aapnugujarat

बिहार में बाढ़: हवाई सर्वे कर लौटे सीएम नीतीश, कहा, रिलीफ कैंप में कोई कमी नहीं हो

aapnugujarat

Leave a Comment

UA-96247877-1