Aapnu Gujarat
બિઝનેસ

હવે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લંબાવવાની વિચારણા

સામાન્ય બજેટ આડે ગણતરીના દિવસો રહી ગયા છે ત્યારે બજેટને લઇને તમામ ગણતરી શરૂ થઇ ચુકી છે. નાણામંત્રી અરુણ જેટલી સ્ટોક ઉપર શોર્ટટર્મ કેપિટલ ગેઇન ટેક્સને ત્રણ વર્ષ સુધી વધારવાના વિકલ્પ ઉપર વિચારણા કરી રહી છે. એક વર્ષથી લઇને તેને હવે ત્રણ વર્ષ સુધી લંબાવવાની યોજના પર અંતિમ ચર્ચા ચાલી રહી છે. લિસ્ટેડ સિક્યુરિટી પર શોર્ટટર્મ કેપિટલ ગેઇન માટે હોલ્ડિંગ ગાળાને લંબાવીને ત્રણ વર્ષ કરવાથી સીધો ફાયદો આની સાથે જોડાયેલા લોકોને થઇ શકે છે. આની સાથે જ ઇક્વિટીમાં ટેક્સ ટ્રેટમેન્ટમાં કેટલાક અન્ય સંપત્તિ વર્ગની સાથે લાવવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. કેપિટલ માર્કેટ અથવા તો મૂડી માર્કેટ માટે બજેટમાં જુદા જુદા પગલા પર વિચારણા કરવામાં આવી રહી છે. આ વિચારણા પૈકી એક યોજના શોર્ટટર્મ કેપિટલ ગેઇન ટેક્સ માટે અવધિને વધારવાની પણ છે. સ્ટોર અને મ્યુચ્યુઅલ ફંડ ઉપર શોર્ટટર્મ કેપિટલ ગેઇન ટેક્સ હાલમાં ૧૫ ટકાની આસપાસ છે. એક વર્ષથી ઉપર જાળવી રાખનાર લિસ્ટેડ સિક્યુરીટી ઉપર કોઇ ટેક્સ લાગૂ થતાં નથી.
આ એસેટ ક્લાસ ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને ૨૦૦૫માં દૂર કરવાનો નિર્ણય કરાયો હતો. આની સાથે જ ભારતે એક મોટી પહેલ કરી હતી. નાણામંત્રાલય દ્વારા લિસ્ટેડ શેર માટે ટેક્સના ધારાધોરણો અને નિયમોને લઇને સુધારા કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

Related posts

IMF ने भारत की आर्थिक वृद्धि दर पर जताई चिंता

aapnugujarat

BSNLના ગ્રાહકો જોરદાર ઓફર, જાણી લો પ્લાન અને કિંમત

editor

સેંસેક્સ ૪૬૧ પોઇન્ટ સુધર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1