Aapnu Gujarat
રાષ્ટ્રીય

ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ માટે બાઈડેને ઈમરાન ખાનને આમંત્રણ ના આપ્યુ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ૨૨ અને ૨૩ એપ્રિલના રોજ ઓલાઈન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ માટે પીએમ મોદીને આમંત્રણ આપ્યુ છે .પીએમ મોદીએ આ આમંત્રણ સ્વીકાર્યુ પણ છે.
જોકે જો બાઈડને પાક પીએમ ઈમરાનખાનની ધરાર ઉપેક્ષા કરી છે. તેમને આમંત્રણ પણ આપ્યુ નથી અને તેનાથી ઈમરાનખાન દુખી થઈ ગયા છે. ઈમરાનખાને સોશિયલ મીડિયા પર બળાપો કાઢતા કહ્યુ હતુ કે, હું પાકિસ્તાનને આ કોન્ફન્સમાં સામેલ થવા માટે નિમંત્રણ નહી આપવા બદલ ઉઠી રહેલા અવાજોના કારણે પરેશાન છું. મારી સરકારની પર્યાવરણ નીતિ ભાવી પેઢીને ધ્યાનમાં રાખીને બનાવાઈ છે અને તેના પર અમલ થઈ રહ્યો છે. જેથી પાકિસ્તાનની ભાવી પેઢીને સ્વચ્છ અને હર્યુભર્યુ વાતાવરણ પાકિસ્તાનમા મળે.
પીએમ ઈમરાનખાને જાતે જ પોતાની સરકારના વખાણ કરતા કહ્યુ હતુ કે, પાકિસ્તાનમાં ૧૦ કરોડ વૃક્ષ લગાવવાના અને નદીઓને સ્વચ્છ કરવાના પ્રયાસો પણ ચાલુ છે. અમારી પોલીસના વખાણ થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પ્રમુખ બન્યા બાદ બાઈડેને અત્યાર સુધી ઈમરાનખાન સાથે ફોન પર પણ વાત સુધ્ધા કરી નથી. આમ અમેરિકન પ્રમુખની ઉપેક્ષાના કારણે પાકિસ્તાની વડાપ્રધાન દુખી થઈ ગયા છે અને સાથે સાથે ભારતને જે રીતે મહત્વ મળી રહ્યુ છે તેનાથી પણ તેમને તકલીફ થઈ રહી હોય તેમ લાગે છે.

Related posts

આસામમાં શાહનું એલાનઃ મોદીજીની સરકાર બનાવો, તમામ ઘૂસણખોરને બહાર તગેડી મૂકીશું

aapnugujarat

સુબ્રમણ્યમ સ્વામીએ એનપીએ મુદ્દે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર નિશાન સાધ્યું

aapnugujarat

ચૂંટણી પહેલા જ પુલવામા હુમલો કેમ થયો? : મમતા બેનરજી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1