Aapnu Gujarat
રાષ્ટ્રીય

તમિલનાડૂમાં બોલ્યા અમિત શાહ, વંશવાદી અને ભ્રષ્ટ કોંગ્રેસ-ડીએમકેને હરાવશે

ગૃહમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ આજે મિશન બીજેપી અંતર્ગત તમિલનાડુના પ્રવાસ પર છે, જ્યાં તેમણે ભાજપ-એઆઈએડીએમકેના ચૂંટણી પ્રચારની લગામ સંભાળી છે. શાહે આજે રોડ શોમાંથી જાહેર સભાને સંબોધન કર્યું હતું. આ સમય દરમ્યાન સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. તિરુનેલવેલીમાં એક રેલીમાં ભાષણ આપતાં અમિત શાહે કહ્યું કે આ વિધાનસભાની ચૂંટણી તમિલનાડુના ભવિષ્ય માટે ખૂબ મહત્વની છે. આ સાથે તેમણે ડીએમકે અને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તમિલનાડુની આ વિધાનસભાની ચૂંટણીઓ નિર્ણય કરશે કે તમિલનાડુ રાજવંશના માર્ગ પર ચાલશે કે મક્કલ થિલાગમ (પીપલ્સ કિંગ) એમજી રામચંદ્રનના માર્ગ પર ચાલવા માંગે છે. શાહે કહ્યું કે રાજ્યનો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે રાજવંશ અને ભ્રષ્ટ ડીએમકે-કોંગ્રેસને પરાજિત કરીએ. ગૃહમંત્રીએ લોકોને કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી વિકાસયાત્રા તમિલનાડુને એમજીઆર અને જયલલિતાનું સ્વપ્ન બનાવી શકે છે. આ દરમિયાન તેમણે ફરી એક વખત ભાજપ-એઆઈએડીએમકેની ડબલ એન્જિન સરકાર બનાવવાની અપીલ કરી હતા.
આ દરમિયાન ગૃહમંત્રીએ કહ્યું કે એક તરફ પીએમ મોદીના નેતૃત્વ હેઠળ એનડીએ છે અને બીજી તરફ રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ યુપીએ છે. ચા વેચનાર બનવાથી લઈને દેશના વડા પ્રધાન બનવા સુધી ગરીબોના મસિહા તરીકે મોદીજી દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને તમિળનાડુની પલાનીસ્વામી સામાન્ય કાર્યકર તરીકે કામ કરીને મુખ્યમંત્રી બન્યા છે. બીજી તરફ ડીએમકે અને કોંગ્રેસ છે. કોંગ્રેસની ચોથી જનરેશન (૪ જી) ચાલી રહી છે જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, રાહુલ ગાંધી. ડીએમકે ત્રીજી જનરેશન (૩ જી) છે. કરુણાનિધિ, સ્ટાલિન અને હવે ઉદનીધિને મુખ્ય પ્રધાન બનાવવામાં ચક્કરમાં સ્ટાલિન જી તમિલનાડુના ભવિષ્યને દાવ પર લગાવ્યુ છે.
ડીએમકે અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં અમિત શાહે કહ્યું કે જ્યારે પીએમ મોદી તમિળનાડુના ખેડુતો, બેરોજગાર યુવાનો અને માછીમારોની ચિંતા કરે છે, ત્યારે સ્ટાલિન તેમના પુત્ર ઉધયાનિધિને મુખ્યમંત્રી બનાવવાની ચિંતા કરે છે. આવી સ્થિતિમાં, તમિલનાડુના લોકોએ નિર્ણય લેવો પડશે કે તેઓ રાજ્યનો વિચાર કરતા લોકો સાથે જવા માગે છે કે જેઓ તેમના પુત્રને મુખ્ય પ્રધાન બનાવવાનો વિચાર કરે છે તેમની સાથે જવા માંગે છે.

Related posts

Ayodhya land dispute : SC asks mediation panel to submit final report by July 31, Next hearing on August 2

aapnugujarat

कॉल ड्रॉप : टेलिकॉम कंपनियों पर ५८ लाख रुपये की पेनल्टी : सिन्हा

aapnugujarat

મોદી સરકારના મંત્રી ગડકરીના કામની પ્રશંસા સોનિયા ગાંધીએ પાટલી પર હાથ થપથપાવી કરી..!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1