Aapnu Gujarat
રમતગમત

આઈસીસી વન-ડે રેન્કિંગ : કોહલી ટોચના સ્થાને, રોહિત ત્રીજા સ્થાને

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસી વન-ડે રેન્કિંગમાં બેટ્‌સમેન રેન્કિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે ઝડપી બોલર જસપ્રિત બુમરાહને એક સ્થાનનું નુકસાન થયું છે અને તે ચોથા ક્રમે આવી ગયો છે. કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ સમાપ્ત થયેલી ત્રણ મેચની સિરીઝની પ્રથમ બે વન-ડેમાં અનુક્રમે ૫૬ અને ૬૬ રન નોંધાવ્યા હતા. હવે તેની પાસે ૮૭૦ રેન્કિંગ પોઈન્ટ થઈ ગયા છે.
જ્યારે ઈંગ્લેન્ડ સામેની ટી-૨૦ અને વન-ડે સિરીઝમાં બ્રેક લેનારા જસપ્રિત બુમરાહને નુકસાન થયું છે. બુમરાહે પોતાના લગ્ન માટે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ બાદ બ્રેક લીધો હતો. તેણે સ્પોટ્‌ર્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા છે. લગ્નના કારણે બુમરાહ ટી-૨૦ અને વન-ડે સિરીઝમાં રમ્યો ન હતો. જેના કારણે વન-ડેમાં બોલર્સ રેન્કિંગમાં તેને એક સ્થાનનું નુકસાન થયું છે. તે હવે ૬૯૦ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.
ભારતીય વન-ડે ટીમનો ઉપસુકાની અને સ્ટાર ઓપનર રોહિત શર્મા ત્રીજા ક્રમે છે. જયારે પાકિસ્તાનનો બાબર આઝામ પ્રથમ સ્થાને છે. બીજી વન-ડેમાં શાનદાર સદી નોંધાવનારો લોકેશ રાહુલ ૩૧માથી ૨૭મા સ્થાને આવી ગયો છે. ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાએ બેટ્‌સમેનોની રેન્કિંગમાં કારકિર્દીનો સર્વોચ્ચ ક્રમાંક મેળવ્યો છે. તે ૪૨મા સ્થાને આવી ગયો છે. જ્યારે રિશભ પંત ટોપ-૧૦૦મા સામેલ થયો છે.
ભારતના અન્ય બોલર્સમાં ભુવનેશ્વર કુમારને ફાયદો થયો છે. તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ત્રીજી મેચમાં ૪૨ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર નવ સ્થાનના કૂદકા સાથે ૧૧મા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે શાર્દૂલ ઠાકુર પણ ૯૩માથી ૮૦મા ક્રમે પહોંચી ગયો છે.
ઈંગ્લેન્ડના ઓલ-રાઉન્ડર બેન સ્ટોક્સને પણ ફાયદો થયો છે. બીજી વન-ડેમાં ૫૨ બોલમાં ૯૯ રનની ઈનિંગ્સ રમનારો સ્ટોક્સ ઓલ-રાઉન્ડર યાદીમાં બીજા ક્રમે છે. જ્યારે ભારત સામે શાનદાર પ્રદર્શન કરનારો જોની બેરસ્ટો બેટ્‌સમેન રેન્કિંગમાં સાતમાં ક્રમાંકે આવી ગયો છે.
આઈસીસી ટી-૨૦ રેન્કિંગમાં કોહલી-રાહુલને થયું નુકસાન, પાંચમાં અને છઠ્ઠા નંબરે પહોંચ્યા
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને બેસ્ટમેન કેએલ રાહુલને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા બેસ્ટમેનોની લેટેસ્ટ ટી૨૦ રેન્કિંગમાં એક-એક ક્રમનું નુકસાન થયું છે. અગાઉ વિરાટ અને રાહુલ ક્રમશ ચોથા અને પાંચમાં નંબરે હતા, પરંતુ હવે બન્ને પાંચમાં અને છઠ્ઠા નંબરે પહોંચી ગયા છે. બાંગ્લાદેશ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરતાં ન્યૂઝીલેન્ડના ડેવોન કોન્વેને લાભ થયો છે અને તે પાંચમાં સ્થાનેથી ચોથા ક્રમે આવી ગયો છે.
આ રેન્કિંગમાં ઇંગ્લેન્ડનો બેસ્ટમેન ડેવિડ મલાન ૮૯૨ પોઇન્ટ્‌સ સાથે પ્રથમ નંબરે છે. ઓસ્ટ્રેલિયાના લિમિટેડ ઓવરની ક્રિકેટના કેપ્ટન આરોન ફિંચ ૮૩૦ પોઇન્ટ્‌સ સાથે બીજા સ્થાને છે. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ૮૦૧ પોઇન્ટ્‌સ સાથે ત્રીજા ક્રમે છે. વિરાટ અને કોન્વે વચ્ચે માત્ર ૨૨ રેટિંગ પોઇન્ટ્‌સનું અંતર છે.
આઇસીસી દ્વારા જાહેર કરાયેલ બોલર્સની ટી૨૦ રેન્કિંગની વાત કરીએ તો, દક્ષિણ આફ્રિકાનો તબરેજ શમ્સી ૭૩૩ પોઇન્ટ્‌સ સાથે પ્રથમ નંબરે છે. બીજા ક્રમે ૭૧૯ પોઇન્ટ્‌સ સાથે અફઘાનિસ્તાનનો સ્ટાર સ્પિનર રાશિદ ખાન છે. ત્રીજા, ચોથા અને પાંચમાં ક્રમે ક્રમશ ઓસ્ટ્રેલિયાનો એશ્ટન એગર, આદિલ રશીદ અને મુઝીબ ઉર રહેમાન છે. બોલર્સની આ યાદીમાં ટોપ ૧૦ બોલર્સમાં એક પણ ભારતીય નથી.

Related posts

धोनी का विकल्प ढूंढने में लगेगा काफी समय : युवराज

aapnugujarat

इंडोनेशिया ओपन : पीवी सिंधू और श्रीकांत की जोड़ी पेश करेगी भारतीय चुनौती

aapnugujarat

ઓરિજનલ કેપ્ટન કૂલ તો કપિલ દેવ : ગાવસ્કર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1