Aapnu Gujarat
National

કેરળમાં લેફ્ટ-કોંગ્રેસ પર પીએમ મોદીના પ્રહાર

પીએમ મોદીએ પલક્કડમાં રેલી સંબોધિત કરતાં કહ્યું કે, હું આવનારી ચૂંટણીમાં ભાજપ માટે તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. હું એક એવી દ્રષ્ટિ લઇને આવ્યો છું, જે કેરળની હાલની સ્થિતિથી અલગ છે.પીએમ મોદીએ લેફ્ટ અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, ઘણા વર્ષોથી યુડીએફ અને એલડીએફ વચ્ચેનું ફ્રેન્ડલી એગ્રીમેન્ટ કેરળની રાજનીતિનું એક ગંદુ રહસ્ય છે. હવે કેરળનો ફર્સ્ટ ટાઇમ વોટર પૂછી રહ્યો છે કે, આ શું મેચ ફિક્સિંગ છે. લોકો જોઇ રહ્યાં છે કે, કેવી રીતે યુડીએફ અને એલડીએફે તેમને પ્રભાવિત કર્યા. પાંચ વર્ષ એક લૂંટે અને પાંચ વર્ષ બીજો લૂંટે છે.
વડાપ્રધાને તેમના સંબોધનમાં તસ્કરી કૌભાંડને લઇને વામ દળો પર નિશાન સાધતાં કહ્યું કે, જેવી રીતે જૂડસે ચાંદીના કેટલાક ટુકડા માટે ઇસા મસીહ સાથે વિશ્વાસઘાત કર્યો હતો, તેવી રીતે એલડીએફે સોનાના કેટલાક ટુકડા માટે કેરળ સાથે વિશ્વાસઘાત કર્યો છે. અમારી સરકાર કૃષિ વિકાસ અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે. ઘણા વર્ષો સુધી સરકારોએ એમએસપી વધારવાનું વચન આપ્યું, પરંતુ અમારી સરકારને ખેડૂતો માટે એમએસપી વધારવાનું સન્માન મળ્યું.ભાજપના ઉમેદવાર મેટ્રોમેન શ્રીધરન અંગે તેમણે કહ્યું કે, મેટ્રોમેન શ્રીધરન એવા વ્યક્તિ છે જેમણે ભારતને મોર્ડન બનાવવા અને કનેક્ટિવિટી શ્રેષ્ઠ બનાવવાની દિશામાં જબરદસ્ક કામ કર્યું. કેરળના સાચા પુત્ર તરીકે તેમણે સત્તાથી દૂર રહી વિચાર્યું અને તે કેરળ પ્રતિ પ્રતિબદ્ધ રહ્યાં.

Related posts

Notice Pasted At The House Of Former Minister Haji Yakub Qureshi In Meerut, These Documents Have Been Sought

aapnugujarat

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલીઓ-પોલીસ વચ્ચે અથડામણ

editor

રોહિગ્યા રેફ્યુજી કેમ્પમાં અંધાધુંધ ફાયરીંગ

editor

Leave a Comment

UA-96247877-1