Aapnu Gujarat
National

કેમ દેશમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે? સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યું કારણ

ભારતમાં છેલ્લા એક મહિનાથી કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાના કેસ અચાનક આટલી ઝડપથી કેમ વધી રહ્યાં છે, તે અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે દેશમાં ઘણા લોકોને લાગે છે કે, કોરોના વિરુદ્ધ વેક્સિન આવી ગઇ છે. હવે બધું સારું થઇ જશે. લોકો કોરોનાને હવે ગંભીરતાથી લઇ રહ્યાં નથી. લોકો કોરોનાને હળવાશથી લઇ રહ્યાં છે. સુપર સ્પ્રેડર ઇવેન્ટ્‌સ થઇ રહી છે.તેમણે કહ્યું કે, ભાગ્યે જ વેક્સિન બાદ ફરી ઇન્ફેક્શન થયું હોય પરંતુ વેક્સિન લીધા બાદ જો ઇન્ફેક્શન થાય છે તો જીવનું જોખમ હોતું નથી. તમામ પરિસ્થિતિઓમાં કોવિડને હેન્ડલની રીત પહેલાથી જ સ્થાપિત થઇ ચૂકી છે. ટ્રેક બાદ આઇસોલેશન અને ટ્રીટમેન્ટ જરૂરી છે.
કોરોના વિરુદ્ધ તૈયારી અંગે તેમણે કહ્યું કે, ૨૦ લાખ બેડ બનાવવામાં આવ્યા છે. ભારત સરકાર તમામ કેસને ઊંડાઇથી જોઇ રહી છે.કોરોના વેક્સિન અંગેના એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, ૭ વેક્સિન ટ્રાયલમાં છે. જ્યારે બે ડર્ઝન પ્રી ક્લિનિકલ ટ્રાયલમાં છે. કોવિન પ્લેટફોર્મ દ્વારા વેક્સિન આપવામાં આવી રહી છે. ૧ એપ્રિલથી ૪૫ વર્ષથી વધુ વયના લોકોને ૫૦ હજાર સ્થળો પર વેક્સિન ઉપલબ્ધ થશે. અત્યાર સુધી મોટી સંખ્યામાં લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.વેક્સિનેશન માટે સાઇટ પર પણ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.
તેમણે કહ્યું કે, વધુ થોડા સમય કોવિડ અપ્રોપ્રિયેટ વર્તન અને વેક્સિન આંદોલનને લઇને સમર્થન આપશો તો કોવિડ પર વિજય મેળવી શકાશે.

Related posts

છત્તીસગઢ સરકારની મોટી જાહેરાત

editor

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદી હુમલો

editor

મહારાષ્ટ્રમાં હાઇ લેવલ ટ્રાન્સફર-પોસ્ટિંગનું રેકેટ,મારી પાસે પુરાવા : ફડણવીસ

editor

Leave a Comment

UA-96247877-1