Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોંગ્રેસી નેતા અને બાળગંગાધર ટિળકના પ્રપૌત્ર રોહિત ટિળક વિરુદ્ધ ફરિયાદ

એક મહિલાની બળાત્કાર અને જબરજસ્તી અકુદરતી સેક્સની ફરજ પાડવાની ફરિયાદને પગલે કોંગ્રેસી નેતા અને બાળગંગાધર ટિળકના પ્રપૌત્ર રોહિત ટિળક વિરુદ્ધ વિશ્રામ બાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ધરપકડ કરાઈ હતી. રોહિત ટિળકે લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર કર્યો હોવાનો આક્ષેપ પીડિત મહિલાએ કર્યો હતો. છેલ્લાં ૧૦ વરસથી આ મહિલા એના પતિથી અલગ રહે છે. પીડિત મહિલા અને રોહિત ટિળકની બે વરસ પહેલાં એક કાર્યક્રમ દરમિયાન ઓળખાણ થઈ હતી ત્યાર બાદ રોહિત ટિળકે લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર, અકુદરતી સંભોગ અને સાથે મારપીટ કરી હોવાનું પીડિત મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.
ગયા અઠવાડિયે પીડિત મહિલાએ આ અંગે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ પત્રકાર પરિષદ રદ કરવામાં આવી હતી. આખરે સોમવારે એણે વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રોહિત ટિળક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રોહિત આઝાદીના લડવૈયા અને ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે’નો નારો આપનાર લોકમાન્ય ટિળકના પ્રપૌત્ર અને સંસદસભ્ય રહી ચૂકેલા સ્વર્ગીય જયંતરાવ ટિળકના પૌત્ર છે. રોહિત પોતે ૨૦૦૯ અને ૨૦૧૪માં કસબા મતદાર સંઘથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડયા હતા, પરંતુ ગિરીશ બાપટ સામે હારી ગયા હતા. મજાની વાત એ છે કે, પુણેમાં મેયર પદ શોભાવતા ભારતીય જનતા પક્ષનાં મુક્તા ટિળક રોહિતનાં કાકી છે.

Related posts

JDS support to BJP : ‘Focus on defeating rebel MLA’s : Siddaramaiah

aapnugujarat

દેશના ૧૪માં રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદે લીધેલા શપથ

aapnugujarat

नौकरियां नहीं मिलेगी तो युवा उठाएंगे हथियार : महबूबा मुफ्ती

editor

Leave a Comment

UA-96247877-1