Aapnu Gujarat
બ્લોગ

ઓનલાઈન સેક્સ પીરસનારા ૯૦,૦૦૦ યુઝર્સ પર ટિ્‌વટરે કાતર ફેરવી

યુએસ આધારિત એક ડિજીટલ સિક્યોરિટી કંપની જેરોફોક્સે ટિ્‌વટર પર અશ્લીલતા ફેલાવનારા કેટલાક ફેક એકાઉન્ટ્‌સને બંધ કર્યા છે. જેરોફોક્સે કહ્યું કે, બોટનેટ કેમ્પઈન નામથી ચલાવવામાં આવી રહેલું ટિ્‌વટર ગ્રૂપ પોતાના યુઝર્સને ઓનલાઈન સેક્સ પ્રોવાઈડ કરવાનો દાવો કરી રહ્યું છે.
આ ફરિયાદ બાદ માઈક્રોબ્લોગિંગ સાઈટ ટિ્‌વટરે લગભગ ૯૦,૦૦૦ ફેક વેબસાઈટને બંધ કરી દીધી છે.બાલ્ટીમોર સ્થિત સોશિયલ મીડિયા સુરક્ષા એક્સપર્ટ કંપની જેરોફોક્સે સિરેન નામની ડબ ફેક બોટનેટ કેમ્પેઈન વિશે જાણવા મળ્યું હતું. જિરોફોક્સે બ્લોગ પોસ્ટમાં લખ્યું કે, અમારી જાણકારીમાં બોટનેટ સોશિયલ નેટવર્ક પર ફાઈલ કરાયેલ મોટા ફેક અભિયાનોમાંનું એક છે. કંપનીએ કમ્પ્યુટર વિઝન અને પ્રાકૃતિક ભાષા પ્રોસેસિંગ એલ્ગોરિધમના માધ્યમથી આ કેમ્પેઈન સંબંધિત ૯૦,૦૦૦ ખાતામાંથી ૮,૫૦૦,૦૦૦ ટિ્‌વટ્‌સની ઓળખ કરી છે.સીરેન અપ્રત્યાશિત રૂપથી સફળ અભિયાન સાબિત થયું છે, જે અંતર્ગત ૩ કરોડથી વધુ ક્લિક કરવામાં આવી છે.
જેરોફોક્સે ગત સપ્તાહ ટિ્‌વટર અને ગૂગલ સિક્યોરિટી ટીમને આ વિશે સૂચના આપી હતી, જેના બાદ તરત આ આપત્તિજનક એકાઉન્ટ્‌સ અને લિંક્સને હટાવી દેવામાં આવી છે. જેમાં ૯૦,૦૦૦ એકાઉન્ટ્‌સ કોઈ મહિલાના ન્યૂડ અને અશ્લીલ પ્રોફાઈલ પિક્ચરના નામથી ફાઈલ હતા. જેના પર યુઝર્સને લોભાવનારા અશ્લીલ કન્ટેન્ટ્‌સ લખવામાં આવતા હતા, જેથી યુઝર્સ તેના પર ક્લિક કર્યા વગર રહી ન શકે.
લિંક પર ક્લિક કર્યા બાદ ઉપયોગકર્તાને અનેક પ્રકારની ચીજો પર સાઈન અપ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હતા.બ્લોગમાં કહેવામાં આવ્યું છે કે, આ વેબસાઈટ્‌સે દાવો કર્યો છે કે, એકાઉન્ટના માલિકો દ્વારા જ તેને સંચાલિત કરવામાં આવે છે. એમ પણ કહેવામાં આવ્યું છે કે, તેના અશ્લીલ પ્રોફાઈલ પિક્ચર અને તેના પર લખાયેલ ખોટા અંગ્રેજીનો ઉપયોગ એ બાબત તરફ ઈશારો કરે છે કે આ કોઈ એક્સપર્ટનું કામ છે જે ટેકનિકલ રીતે બહુ જ મજબૂત છે અને આ પ્રકારના કામ કરી રહ્યું છે. એમ પણ કહેવાઈ રહ્યું છે કે આ ગ્રૂપ યુરોપના પૂર્વી ભાગનો રહેવાસી છે.

Related posts

જામનગરમાં ખાનગી પેઢીના પ્રોપરાઈટરને 9 લાખના ચેક રિર્ટન કેસમા છ મહિનાની સજા

editor

એટમ બોમ્બની સરખામણીમાં વધુ ખતરનાક છે હાઈડ્રોજન બોમ્બ

aapnugujarat

MUST READ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1