Aapnu Gujarat
રાષ્ટ્રીય

વૈશ્વિક જળવાયુ ચર્ચા માટે બાઇડને વડાપ્રધાન મોદીને આમંત્રણ પાઠવ્યું

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પર્યાવરણ મુદ્દે એક સમિટનું આયોજન કર્યું છે જેમાં ૪૦ દેશના પ્રમુખોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ અન્ય દેશોના પ્રમુખોનો સમાવેશ થાય છે. આગામી ૨૨ અને ૨૩ એપ્રિલના રોજ યોજાનારી સમિટમાં ક્લાઈમેટ ચેન્જ અને તેના માટે ઉઠાવવામાં આવનારા આકરા પગલાઓ અંગે ચર્ચા થશે.
આ સમિટ વર્ચ્યુઅલ માધ્યમથી યોજાશે અને લોકો માટે તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. વ્હાઈટ હાઉસ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે નવેમ્બરમાં ગ્લાસગો ખાતે યોજાયેલી યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (ર્ઝ્રંઁ૨૬)ની દિશામાં આ એક મહત્વનું પગલું હશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ઉપરાંત ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા, બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સેનારો, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, સાઉદી આરબના કિંગ સલમાન બિન અબ્દુલ અજીજ અલ સઉદ અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ નેતાઓ ઉપરાંત દક્ષિણ એશિયાથી બંગાળના વડાપ્રધાન શેખ હસીના અને ભૂતાનના વડાપ્રધાન લોટે શેરિંગને પણ સમિટમાં સામેલ થવા બોલાવવામાં આવ્યા છે. જો બાઈડને પોતાના નિમંત્રણમાં નેતાઓને આગ્રહ કર્યો હતો કે તેઓ શિખર સંમેલનનો ઉપયોગ તેમના દેશ કોઈ મજબૂત જળવાયુ મહત્વકાંક્ષામાં યોગદાન માટે કરે. બાઈડને અન્ય દેશોના પ્રમુખોને પણ આમંત્રિત કર્યા હતા જે મજબૂત જળવાયુ નેતૃત્વનું પ્રદર્શન કરી રહ્યા છે.
બે દિવસીય શિખર સંમેલનમાં જળવાયુ પરિવર્તનના પ્રભાવોથી જીવન અને આજીવિકાનું રક્ષણ કરવાની ક્ષમતાને મજબૂત કરવાના અવસરો અંગે ચર્ચા થશે.

Related posts

તેલંગાણા કોંગ્રેસના પ્રમુખ તરીકે અઝહરુદ્દીનને જવાબદારી સોંપાઈ

aapnugujarat

साजिशकर्ता के जुड़वा भाई ने कहा, मेरी वजह से भारत आया टकला

aapnugujarat

વિપક્ષી એકતા માટે સોનિયા સક્રિય : ૨૩મીએ બેઠક થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1