Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વિપક્ષી એકતા માટે સોનિયા સક્રિય : ૨૩મીએ બેઠક થશે

લોકસભાની ચૂંટણીના પરિણામ આવે તે પહેલા જ વિપક્ષી એકતા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. પરિણામ આવે તે પહેલા જ વિપક્ષી એકતાના પ્રયાસને સફળ બનાવવા માટે યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા ૨૩મી મેના દિવસે મહત્વપૂર્ણ બેઠખ બોલાવી છે. કોંગ્રેસ પાર્ટીએ પહેલા ૨૧મી મેના દિવસે બેઠક કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે હવે આ બેઠક ૨૩મી મેના દિવસે યોજવામાં આવે તે અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. આના માટે સોનિયા ગાંધી પોતે સક્રિય થયા છે. વિપક્ષી નેતાઓને બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે. બિન એનડીએ પક્ષોમાં સોનિયા ગાંધીની છાપ સર્વમાન્ય તરીકે રહી છે. વિપક્ષી એકતાને લઇને જોરદાર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. બેઠક માટે યુપીએના વર્તમાન ઘટકો ઉપરાંત ત્રીજા મોરચના ઘટક ગણાતા રાજકીય પક્ષોના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહની કાર્યપદ્ધિતીને પણ આના માટે જવાબદાર ગણવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં મોદી અને શાહની રણનિતી રહી છે કે આગામી રણનતીમાં આ લોકો તરત જ વ્યસ્ત થઇ જાય છે. વિતેલા વર્ષોમાં આ રણનિતીના કારણે કોંગ્રેસને મણિપુર અને ગોવામાં સરકાર રચવાથી વંચિત રહેવાન ફરજ પડી છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો થયો હતો. બેઠક મારફતે યુપીએના ઘટક પક્ષો ઉપરાંત બહારના લોકોનો પણ ગઠબંધનમાં સામેલ કરવાના પ્રયાસ કરવામાં આવશે. સુત્રોના કહેવા મુજબ સોનિયા ગાંધી છેલ્લા ૧૫ દિવસથી ચૂંટણી પરિણામોના ગણિતના હિસાબ કરવામાં લાગેલા છે. એટલું જ નહીં તેઓ સતત તમામ મોટા પક્ષોના નેતાઓ સાથે સંપર્કમાં છે. સોનિયા ગાંધી તરફથી તમામ બિનએનડીએ પક્ષોને પત્ર લખીને બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ આપ્યું છે. અલબત્ત પહેલા ૨૧મી મેના દિવસે આ બેઠકને લઇને ચર્ચા ચાલી રહી હતી. મમતા બેનર્જી, માયાવતી અને અખિલેશ યાદવ જેવા નેતાઓના વિકલ્પો ઉપર બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. બિન કોંગ્રેસી વડાપ્રધાન પદને લઇને ભારે હોબાળો થઇ ચુક્યો છે. કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદે આ સંદર્ભમાં વાત કર્યા બાદ હવે એકાએક ગુલાટ મારી દીધી છે અને કહ્યું છે કે, ૨૩મી તારીખ સુધી રાહ જોવાની જરૂર પડશે. કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો વાતચીતમાં લાગેલા છે.

Related posts

પર્થ ટેસ્ટ : ઇંગ્લેન્ડ ૪૦૩ રન રનમાં ઓલઆઉટ : ઓસ્ટ્રેલિયાનાં ૩ વિકેટે ૨૦૩ : સ્મિથનાં ૯૨ રન

aapnugujarat

હાથરસ કેસ : હાઈકોર્ટમાં સુનાવણી ૨ નવેમ્બરે યોજાશે

editor

लद्दाख में पीछे हटने को मजबूर हुआ चीन

editor

Leave a Comment

UA-96247877-1