Aapnu Gujarat
રાષ્ટ્રીય

પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો નોંધાયો

દેશની જનતાને સતત બીજા દિવસે રાહત મળી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત બીજા દિવસે ઘટાડો જાેવા મળ્યો છે. જેમાં પેટ્રોલની કિંમતમાં ૧૮ પૈસા થી ૨૧ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો જાેવા મળી રહ્યો છે, તો ડીઝલની કિંમતમાં ૧૯ પૈસાથી લઈને ૨૨ પૈસા પ્રતિ લીટર ઘટાડો જાેવા મળી રહ્યો છે.
ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો થવાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. એક્સપર્ટનું માનવું છે કે, ચૂંટણીના માહોલમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ૩ રૂપિયા પ્રતિ લીટર ઘટાડો થઈ શકે છે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન તરફથી મળેલી જાણકારી મુજહ, દેશના ૪ મુખ્ય શહેરમાં પેટ્રોલ સતત બીજા દિવસે સસ્તુ થયું છે. દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલ ૨૧ પૈસા પ્રતિલીટર સસ્તુ થયું છે. જ્યારે કોલકતામાં ૨૦ પૈસા અને ચેન્નઈમાં ૧૮ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. આ સાથે જ ચારેય મહાનગરોમાં પેટ્રોલની કિંમત ક્રમશઃ ૯૦.૭૮, ૯૦.૯૮, ૯૭.૧૯ અને ૯૨.૭૭ પ્રતિ લીટર થઈ ગઈ છે.
આજ રીતે ડીઝલની વાત કરીએ તો, દિલ્હી અને કોલકતામાં ડીઝલ ૨૦ પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું છે. જ્યારે મુંબઈમાં ૨૨ અને ચૈન્નઈમાં ૧૯ પૈસા પ્રતિ લીટર ઘટાડો જાેવા મળ્યો છે. આ સાથે જ ચારેય મહાનગરોમાં ડીઝલની કિંમત ક્રમશઃ ૮૧.૧૦, ૮૩.૯૮, ૮૮.૨૦ અને ૮૬.૧૦ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

Related posts

કેજરીવાલ સરકારે મેક્સ હોસ્પિટલનું લાઈન્સ રદ કર્યું, જીવતી બાળકીને ગણાવી’તી મૃત

aapnugujarat

બાંગ્લાદેશનાં ઘુસણખોરો મમતાની વોટ બેંક : અમિત શાહ

aapnugujarat

मोबाइल को ६ फरवरी तक आधार से लिंक करना होगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1