Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રનો મામલો સંસદમાં ગૂંજ્યો

મહારાષ્ટ્રમાં મુકેશ અંબાણીના નિવાસ એન્ટિલિયાથી શરુ થઇ રાજ્ય સરકારના ગૃહમંત્રી સુધી પહોંચેલો વિવાદ હવે રાજધાની દિલ્હીની સંસદમાં ગુંજવા લાગ્યો છે. સોમવારે સત્ર શરુ થતાં સંસદના બંને ગૃહમાં આ મુદ્દે બબાલ થવા લાગી હતી. ભાજપના સભ્ય પ્રકાશ જાવડેકરે રાજ્યસભામાં મુદ્દો ઉઠાવતો કહ્યું કે ત્યાંના ગૃહમંત્રી વસુલી કરી રહ્યા છે અને આખો દેશ જોઇ રહ્યો છે. દરમિયાન ગૃહમંત્રી અનિલ દેશમુખની આ મામલે કથિત સંડોવણી મામલે એનસીપી બાદ કોંગ્રેસની પણ ઉચ્ચસ્તરીય બેઠક મળી રહી છે.
મહારાષ્ટ્રના મુદ્દે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ગૃહમંત્રીને વસુલ કરતા આખા દેશે જોયાની વાત કરતા રાજ્ય સભામાં હંગોમો થઇ ગયો હતો. જો કે ચેરમેને સ્પષ્ટ કરી દીધું હતું કે કંઇ પણ રેકોર્ડ પર લેવાશે નહીં. અલબત્ત હંગામા વચ્ચે રાજ્ય સભા બપોરે બે વાગ્યા સુધી સ્થગિત થઇ ગઈ હતી.
માત્ર રાજ્યસભા જ નહીં લોકસભામાં પણ આ મામલે બબાલ થઇ હતી. ભાજપના સાંસદ રાકેશ સિંહે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ તાત્કાલિક પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દેવું જોઇએ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓને આ મામલાની તપાસ સોંપવી જોઇએ.
રાકેશ સિંહે કહ્યું કે પહેલી વખત છે જ્યારે કોઇ મુખ્યમંત્રીએ છૈઁંના સમર્થનમાં પ્રેસ કોન્ફ્રન્સ બોલાવી. એ જ એપીઆઇને ૧૦૦ કરોડ રુપિયા વસુલવાનું ટાર્ગેટ અપાયું હતું. તેના જવાબમાં શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે પલટવાર કરતા કહ્યું કે મહારાષ્ટ્રની સરકારને ઉથલાવી પાડવાના પ્રયાસો લાંબા સમયથી ચાલી રહ્યા છે. પરમબીર સામે આરોપો લાગ્યા છે. જેની તપાસ થઇ રહી છે.

Related posts

राष्ट्रपति आज संयुक्त सत्र को संबोधित करते हुए प्रस्तुत करेंगे मोदी सरकार का विजन

aapnugujarat

મીનાક્ષી લેખીના આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો

aapnugujarat

લોકપાલની નિયુક્તિની માંગણી સાથે રાલેગણ સિદ્ધિમાં અણ્ણા હજારેનાં અનશનનો પ્રારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1