Aapnu Gujarat
National

ટીએમસીનો મતલબ ટાન્સફર માય કમિશન : મોદીના મમતા પર પ્રહાર

પશ્ચિમ બંગાળના પુરુલિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેલીને સંબોધન કર્યું હતું. મોદીએ તેમના ભાષણની શરૂઆત બાંગ્લા ભાષામાં જ કરી. તેમણે કહ્યું હતું કે દીદીને બંગાળના લોકોનાં હિતોથી વધુ ખેલની ચિંતાની પડી છે, જોકે દીદી એ ભૂલી રહ્યાં છે કે આ વખતે બંગાળના લોકો તેમના વિરોધમાં છે. દસ વર્ષના દુશાસનની સજા લોકો તેમને આપશે.
તેમણે કહ્યું હતું કે દસ વર્ષના તુષ્ટિકરણ પછી લોકો પર લાકડીઓ-ડંડા ચલાવ્યા પછી હવે મમતા દીદી અચાનક બદલાયેલાં જોવા મળ્યાં છે. આ હૃદય પરિવર્તન નથી હારનો ડર છે. દીદી આ બધું કરતી રહી, દરેક રીતે રમતી રહી, જોકે એ ન ભૂલો કે બંગાળના લોકોની યાદશકિત ખૂબ જ તીવ્ર છે. તેમને યાદ છે કે તમે ગાડીમાંથી ઊતરીને કેટલા લોકોને ફટકાર્યા હતા.
અમારા માટે તો દીદી પણ ભારતની જ એક છોકરી છે, તેમનું સન્માન કરવું એ અમારા સંસ્કારોમાં છે. જ્યારે તેમને ઈજા થઈ તો મને પણ ચિંતા થઈ. મારી પ્રાર્થના છે કે તેઓ ઝડપથી સાજા થઈ જાય. સાથીઓ, પશ્ચિમ બંગાળ ત્યારે જ પ્રગતિ કરી શકે છે, જ્યારે વિકાસપ્રક્રિયામાં તમામ પક્ષો એક થાય.
તેમણે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. આ દરમિયાન તેમણે ્‌સ્ઝ્રનું ફુલ ફોર્મ જણાવતા રાજ્ય સરકાર પર કમિશન લેવાનો શિકંજો કસ્યો. જ્યારે તેમણે મંચ પરથી નંદીગ્રામમાં પ્રચાર દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા મમતા બેનર્જી સ્વાસ્થ થવાની કામના કરી, તેમણે સરકાર પર માઓવાદીઓનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે.
અહીં તેમણે અર્થ જણાવતા કહ્યું કે, ્‌સ્ઝ્રનો અર્થ ટ્રાન્સફર માય કમિશન છે. ભાજપ બંગાળ સરકાર પર સતત તોડબાજી અને કમિશન લેવાનો આરોપ લગાવી રહ્યું છે. આ દરમિયાન મમતાના ખેલ હોબેના નારા પર નિશાન સાધતા તેમણે કહ્યું, દીદી બોલે ખેલા હોબે, ભાજપ બોલે ચાકરી હોબે, દીદી બોલે ખેલા હોબે, ભાજપ બોલે વિકાસ હોબે. દીદી બોલે ખેલા હોબે, ભાજપ બોલે શિક્ષા હોબે. ખેલા શેષ હોબે, વિકાસ આરંભ હોબે.પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ટીએમસી સરકારે કંઈ નથી કર્યું પરંતુ પુરુલિયાને પાણીની સમસ્યા સાથે છોડી દીધું. રમત રમવામાં લાગેલી છે. તેમણે ખેડુતોને છોડી દીધાં છે. આ લોકોએ પુરુલિયાના લોકોના જીવનને જળ સંકટમાં છોડી દીધાં છે. તેમણે પુરુલિયાને પછાત ક્ષેત્ર બનાવવાનો આરોપ લગાવ્યો.
બંગાળ વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીની આ રેલી એક મોટા અભિયાન તરીકે જોવામાં આવી રહી છે. તેમણે કહ્યું, પશ્ચિમ બંગાળના લોકો ૧૦ વર્ષો સુધી ખરાબ શાસન માટે મમતા બેનર્જીને સજા આપશે. તેમણે રાજ્યની જુની સરકારો પર વિકાસ નહી કરવાનો આરોપ લગાવ્યો. વડાપ્રધાને કહ્યું કે લેફ્ટ અને તે બાદ ટીએમસી સરકારે પુરુલિયામાં ઉદ્યોગો વિકસિત નહી થવા દીધાં, સિંચાઈ માટે જેવું કામ કરવાનું હતું તેવું નથી થયું.

Related posts

ભારતના પૂર્વ એટોર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન

editor

જમ્મુ-કાશ્મીરમાં સર્જાઈ મોટી દુર્ઘટના

editor

Railway Is Going To Take A Big Step To Promote Employment, ‘One Station, One Product’ Program Will Start Soon

aapnugujarat

Leave a Comment

UA-96247877-1