Aapnu Gujarat
ગુજરાત

બંધ વરસાદમાં અમદાવાદ મ્યુનિ.ની પોલ ખુલી ગઈ : ત્રણ સ્થળો પર ભુવા

વરસાદે મ્યુનિસિપલ તંત્રની તમામ પોલ ખોલી નાંખી હોય એમ શહેરના પ્રથમ નાગરિક એવા મેયરના વોર્ડ સહીત ત્રણ સ્થળોએ ભૂવા પડવા ઉપરાંત ચાર સ્થળોએ પાણી ભરાવાની ફરિયાદ તંત્રને મળતા તંત્ર દોડતુ થયુ હતુ.શહેરમાં આજે સરેરાશ ૩.૬૫ મીલીમીટર વરસાદની સાથે મોસમનો સરેરાશ ૨૫૦.૮૨ મીલીમીટર (૧૦ ઈંચ) થવા પામ્યો છે.આ અંગે મળતી માહીતી અનુસાર,શહેરમાં આ વર્ષે મોસમનો વરસાદ ગત ૨૫ જુનથી શરૂ થવા પામ્યો હતો.દરમિયાન ગત ૩જી જુલાઈના રોજ બપોરના સુમારે માત્ર બે કલાકની અંદર શહેરમાં સરેરાશ ૩.૫ ઈંચ વરસાદ વરસ્યો હતો.બીજી તરફ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી સમયાંતરે હળવા વરસાદ બાદ શનિવારના રોજ ફરી એક વખત મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ગતરોજ શહેરમાં બે ઈંચ જેટલો વરસાદ વરસવા પામ્યો હતો.દરમિયાન આજે રવિવારના દિવસે શહેરમાં વાદળછાયા વાતાવરણ છતાં દિવસ દરમિયાન વરસાદે ખમૈયા કર્યા હતા.તો આ સાથે જ મ્યુનિસિપલ તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન એકશન પ્લાનને લઈને જે મોટી-મોટી જાહેરાતો કરવામાં આવી હતી તેની તમામ પોલ ખોલી નાંખી હતી.આજે શહેરમાં સરેરાશ ૩.૬૫ મીલીમીટર જેટલો વરસાદ વરસવા પામ્યો હતો.શહેરમાં મોસમનો કુલ વરસાદ ૨૫૦.૮૨ મીલીમીટર(૧૦ ઈંચ) થવા પામ્યો છે.બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પાલડી વિસ્તારમાં કાર્યરત કરવામાં આવેલા ટાગોર કંટ્રોલરૂમ સૂત્રોના કહેવા અનુસાર,આજે શહેરના મેયરના વોર્ડ એવા નારણપુરામાં ભૂવો પડવા પામ્યો છે.આ સાથે જ પશ્ચિમમાં આંબાવાડી વિસ્તારમાં અને દક્ષિણ ઝોનમાં ઈસનપુર વિસ્તારમાં ભૂવો પડવાની ફરિયાદ મળતા કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઉપરાંત શહેરમાં દિવસ દરમિયાન વરસાદે વિરામ લીધો હોવાછતાં શહેરના પશ્ચિમઝોનમાં નવાવાડજ,રાણીપની સાથે વિજયનગર વિસ્તારમાં તેમજ ઉત્તરઝોનમાં સરસપુરમાં આવેલા આનંદ ચોક ખાતે પાણી ભરાવાની ફરિયાદ તંત્રને મળતા પાણી ઉલેચવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.શહેરના મધ્યઝોનમાં દરિયાપુર દરવાજા બહાર આવેલા ભીલવાસ પાસે વૃક્ષ ધરાશયી બનતા તેને દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.શહેરમાં વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી ૧૩૧ ફુટ નોંધાવા પામી હતી.એક ગેટ ખોલવામાં આવ્યા બાદ તેને બપોર બાદ બંધ કરવામાં આવ્યો હતો.નદીમાં પાણીની આવક ૧૦૦૫ કયુસેક અને કેનાલમાં જાવક ૫૫૦ કયુસેક નોંધાવા પામી હતી.

Related posts

आधे मोनसून के बाद एक करोड के खर्च से चुना खरीदा जाएगा

aapnugujarat

નવા નરોડામાં નારી અદાલત ઓનલાઈન કાર્યક્રમ યોજાયો

editor

મહેસાણાનો ૧૦ વર્ષનો આરવ કરે છે ઓક્સિજનનું વાવેતર

editor

Leave a Comment

UA-96247877-1